________________
૧ી
“તારું નામ નિરાનંદ છે, તે હું સારી રીતે જાણું છું તું અહીં શું કરે છે?” તેની પાસે જઈ તેના મુખ તરફ બારીકીથી જઈ તેણે કહ્યું.
હું મારા માલેકને હુકમ બજાવું છું. પણ તું અહીં શા માટે આવી છે? ખરી રીતે જોતાં અત્યારે તારે સુખેથી ઉંધ લેવી જોઈએ ! ”
“નિરાનંદ ! એક અભાગીઓ કેદી આ ભેંયરાની એક કોટડીમાં દુખથી રીબાતે પડેલ હેવા છતાં આ ડોસીને સુખેથી ઉઘ આવી શકે ખરી કે?” પિતાના હાથમાંની લાકડી ફેરવતાં તે ડોસીએ કહ્યું અને પછી ચમત્કારિક રીતે અંગવિક્ષેપ કર્યા.
“એ ડોસી ! આ તું શું કહે છે?” ભયભીત થઈ નિરાનંદે કહ્યું.
હું શું કહું છું તે તું નથી સમજી શકતે. હું એટલું જ કહું છું કે હું તારી સાથે ભયરામાં આવીશ.”
એ નહીં બને! હું તને સાથે લઈ જઈશ નહીં. એ અશકય છે ! ”
ચુપ! મારી સામે અશકય શબ્દનો ઉચ્ચાર! મુંગો થઈ દરવાજો ઉઘાડ અને મને તારી સાથે લઈ જા.” .
એ વાત મારી શક્તિની બહારની છે. હું તેમ કરી શકીશ નહિ ! ”
નિરાનંદ! શું તું મારી શક્તિ નથી જાણત? મારી આ જ્ઞાને અનાદર કરવાથી કેવું ભયંકર અને શોચનીય પરિણામ આવે છે, તે હું તને અત્યારે જ બતાવી દઉં છું. જે, મારી આંખો તરફ જે!” એમ કહી તે ડોસીએ પિતાની આંખો તેને દેખાડી.
“એ મારા બાપ રે! અરે એ ડેસી, નહીં. નહીં ! તારી આંખો બંધ કર માવડી ! ”
તે ડોસીની આંખે જોતાં જ તેમાંથી અત્યારે અગ્નિની જ્વાળાઓ નિકળશે અને તેથી પોતે ભસ્મીભૂત થઈ રાખખાખ થઈ જશે, એ. નિરાનંદને ભાસ થતાં જ તેણે પિતાના બન્ને હાથથી આંખે ઢાંકી લીધી.
“ચાલ, દરવાજો ઉઘાડ!”
ઉપરનું વાક્ય સાંભળતાં જ નિરાન ભોંયરાને દરવાજો ઉઘાડ્યો. તે મુંગે મુગે દી લઈ તે ડોસીની આગળ ચાલવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com