________________
મધુરી ! તેને મેં પૂરેપૂરો બદલો તેમની પાસેથી લીધે છે. તે પ્રથમ મારી નજરે પડ્યા અને મારી શમશેરનું બળીદાન થઈ ગયે. વારૂ, પછી શું થયું?” લલિતે પૂછયું.
“મારી અમે સાંભળી દૂર્ગમાંના તમામ લોકો જાગૃત થઈ ગયા. તેઓ પ્રભાવતીના નિવાસ સ્થાન પ્રત્યે દોડી આવ્યા. તે વખતે હું શુદ્ધિમાં આવી હતી. આપણે સરદાર અને દુર્જનસિંહ પણ ત્યાં આવ્યા. તેમને પ્રભાવતી એ ન દેખાવાથી તેઓ ભયભીત થયા. મેં તેઓને છેડી ઘણું હકીકત કહેતાં જ તેઓ વાયુના વેગે દેડ્યા. કિલામાંની હિલચાલ દુષ્ટ લુંટારાઓના જાણવામાં આવતાં જ તેઓ પલાયન કરવા લાગ્યા. તે સમયે લલિતસિંહ! તમે બે ભાન થઈ પડયા હતા. પ્રથમ તે પ્રભાવતીબા કેમે કરી તમારી પાસેથી ઉઠયાં નહિ. તેમને કોઇક જુદી જ જાતની શંકા આવી હતી. તેઓ એક સરખી રીતે શોક કરતાં હતાં. પરંતુ આપણું આ વૃદ્ધ ચારણે તેઓને ખાત્રી કરી આપી કે તમે માત્ર જખમી થવાથી જ બેભાન થઈ પડયા છે, એવી જ્યારે તેમને ખાત્રી થઈ ત્યારે જ તેમનું જરા સમાધાન થયું અને તેઓ ત્યાંથી ઉડ્યાં.”
“અને આપણે સરદાર સાહેબ શું બોલ્યા?”
“તેઓએ તમારી બહુજ કાળજીથી સારવાર કરવાનું કહ્યું છે. પણ લલિતસિંહ! તમે તે કેદખાનામાં હતા અને બરાબર બાર વાગેજ ત્યાં શી રીતે આવ્યા, આ બાબતમાં તેઓને અજાયબી પણ ઉપજી!” મધુરીએ કહ્યું.
પિતાને કેદખાનામાંથી છુટકારે, જંગલમાં થએલું યુદ્ધ, સ્ફટિકસ્તંભની પાસે બનેલે ચમત્કારિક અને આશ્ચર્યજનક બનાવ, પાછું કિલ્લામાં આગમન અને પુનઃ પ્રભાવતીને દુષ્ટોના હાથમાંથી છેડાવવી ઇત્યાદિક બાબતોના એક પછી એક વિચાર તેના મનમાં આવવા લાગ્યા. સ્થાટિકતંભની પાસે પ્રકટ થએલી આકૃતિએ કરેલી ઇશારતને યથાર્થ અર્થ હવે જ તેના જાણવામાં આવ્યું. પ્રભાવતી ઉપર આવેલા સંકટની સૂચના આપવા અને તેમાંથી તેને છુટકારો કરવા માટે પિતાને તે આકૃતિએ સૂચવ્યું, એમ તેને લાગવા માંડ્યું. તે દૈવી શક્તિની પિતાની ઉપર પરિપૂર્ણ કૃપા છે, અને અહીં જે જે વિચિત્ર, ચમત્કારિક અને આશ્ચર્યજનક બનાવ બને છે તેના મૂળમાંજ પિતાને કાંઈક નિકટ સંબંધ અવશ્ય છે જ, અને તેથી પિતાનું ભલું જ દથશે, એમ તેને ખાત્રી થઈ. ધીમે ધીમે લલિત તેજ વિચારમાંને
શમાંજ નિમગ્ન થઈ ગયું. થોડી જ વારમાં નિદ્રાધીન થઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com