________________
૧૮
તેથી તેઓને નુકસાન થશે.” મધુરીને ખેલતી અટકાવી વૃદુ ચારણે વચમાંજ કહ્યું.
""
નહીં. આપની સમજ ફેર થાય છે. જે વાર્તાથી તે અજાણ્યા છે તે વાતા જો તેમને કહેવામાં નહીં આવે તા તેથી નુકસાન થશે.
>>
..
શા બનાવ બન્યા તે આપણા સરદાર સાહેબના જાણવામાં આવ્યા છે? ” લલિત કરી પૂછ્યું.
. હા, પ્રભાવતીમાએ તેમને તમામ હકીકત કહી સભળાવી છે. તમે એકલાએજ અનેક સશસ્ત્ર સૈનિક સાથે બહુજ શૂરવીરતાથી યુ કર્યું તે તસ્રામ વાત સરદાર સાહેબના ભણવામાં આવી ગઈ છે. તે વાત સાંભળી લલિતને એક ક્ષણને માટે આનંદ થયો. પ્રભાવતીના • છુટકારામાં પાતે કારણભૂત થયા તેથી તેને પ્રથમથીજ આનંદ તે થતાજ હતા અને તેમાં પણ મધુરીની વાત સાંભળી–પોતાની પ્રિયતમા પ્રભાવતીના મુખે પોતાની શૂરવીરતાનું થએલું વર્ણન સાંભળી તેને કેટલા બધા આનંદ થયા હશે, તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તે આનંદમાં આવી જઇ આંખે! બઁધ કરી શાન્ત થઇ પડ્યા.
t
પણ તે ચાંડાળા એકાએક કિલ્લામાં કેવી રીતે આવ્યા ? ’ થોડીવાર ચુપ રહ્યા પછી લલિતે પૂછ્યું.
t
“ તે હું તમને કહું છું. તે દુષ્ટાએ પ્રથમ તે દરવાજાની સાંકળ ઉખેડી નાંખી અને કિલ્લામાં પ્રવેશ કરી પ્રથમ તમામ પહેરેગીરાને નિઃશસ્ત્ર કર્યાં. તેમના હાથપગ બાંધી અકેકને તરવારેાથી વિધી નાંખ્યા. આમ કરીને તેઓએ સિપાઆને ભયભીત કર્યા. પછી તેઓ એક પહેરેગીરને સાથે લક્ષ્ય પ્રભાવતીના નિવાસસ્થાન તરફ આવ્યા.” ચારણે કહ્યું, હવે પછીની હકીકત હું કહું છું. લલિતસિંહ ! તે પ્રસંગ • હું કાઇ કાળે ભૂલીશ નહિ. હું પ્રભાવતીમાથી થાડેક છેટે ઉંધતી હતી તે એક્દમ જાગી ઉઠ્ઠી. મને ગડબડ સભળાઇ અને મેં આંખા વા ડીને જોયું તા મને જણાઇ આવ્યું કે-તે અને દુષ્ટ ભાઇઓએ પ્રમા વતીને શય્યા ઉપરથી ઉપાડી લીધી હતી. તે જેઈ હું બહુજ ભય ભીત થઇ ગઇ. પ્રભાવતીને ન લઇ જવા માટે મે તેમને અનેક વિનં તિઓ કરી, ખેાળા પાથર્યાં, પગે પડી પણ તે પાષાણુહૃદયી નરરાક્ષસેાને મારી કે પ્રભાવતીની લેશ માત્ર પણ દયા ન આવી. આખરે મે* મોટેથી બુમા પાડવા માંડી પણ તેમાંના લાખા નામના માણમે મારા મસ્તકે મુષ્ટિપ્રહાર કર્યા અને હું બેભાન થઇ ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com