________________
દેશ ઉપર રાજ્ય કરતા હતા. તેમની રાજધાની ગોદાવરી નદીના કાંઠે આવેલ મદાર ઉ રાજમહેદ્રિ નામક નગરમાં હતી. બીજી શાખાના રાજાએ પશ્ચિમ તરફના દક્ષિણ દેશમાં રાજ્ય કરતા હતા અને તેમની રાજધાની કલ્યાણનગરમાં હતી.
પૂર્વ તરફના દક્ષિણ દેશ ઉપર અમારા કથાનકના પ્રારંભના સમયમાં રાજા ચંદ્રકેતુ રાજ્ય કરતા હતા. તેની કારકીર્દિમાં બદ્ધધર્મનો પૂર્ણપણે નાશ થશે અને આર્યધર્મની સારી રીતે વૃદ્ધિ થઈ હતી. શાન્તિ દક્ષિણ દેશ બહુજ સુખસમ્પન્ન હતું અને રાજ્યમાં સર્વત્ર શાંતતા હોવાથી પ્રજા પણ બહુજ સુખી હતી.
રાજા ચંદ્રકેતુના રાજ્યની સત્તા અને સુખને સમય વ્યતીત થઇ ગએ આજે વીસ વર્ષ કરતાં વધારે વર્ષ થઈ ગયા હતા. ચંદ્રકેતુ સંતાન ન દશામાં મરણ પામવાથી આખે દેશ–ધણી વિના સુનો થઈ ગયો હતો. તે વખતે દેશમાં એટલી બધી ભયંકર હિલચાલ ચાલતી હતી કે થોડા જ વખતમાં રાજ્યક્રાન્તિ થશે કે શું ? એવા ભય સર્વ શહેરી પ્રજાને લાગતો હતો. રાજ ચંકેતુ સંતાનહીન દશામાં ભરેલ હેવાથી પશ્ચિમ તરફના ચાલુક્ય રાજાએ દક્ષિણ દેશ પચાવી પાડવાની ગોઠવણ કરી હતી. તે કાવતરામાં રાજા ચંદ્રકેતુના સચિવ મંડળમાંના કેટલાક સચીવોની તેને સહાયતા પણ હતી. આવા અંધાધુંધીને અને કટોકટીના સમયમાં સ્વામિભક્ત અને રાજ્યભki સરદારે રાણીના નામથી રાજ્ય ચલાવવાને માટે અખંડ પ્રયત્ન કરતા હતા. તેમાં સજજનસિંહ નામક એક યુવાન અને સ્વામિભક્ત હરદાર હતા. તેણે રણના નામથી જુદુજ સંન્ય એકઠું કરી કલ્યાણપતિની ઇચ્છાને તેડી પાડવાનો નિશ્ચય કર્યો પણ દુર્ભાગ્યને લીધે તેની સર્વ કરશે નિરર્થક થઈ ગઈ અને ઉલટું ધર્મ કરતાં તેને ધાડ નડી–તે પિતે સંકટમાં સપડાઈ ગયે.
નીલવર્ણમય આકાશમાંથી સૂર્યદેવ રજા લીધી હતી. આખા સંસારમાં અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આવા અંધકારમય સમયે કેટલાક સશસ્ત્ર સિપાઇઓ સજનસિંહના મકાનની પાસે આવી ઉભા રહ્યા. આ વખતે સજનસિંહ હાથમાં લીધેલા કામની બાબતમાં પોતાના બરાબરીઆ એક સરદાર સાથે વાર્તાલાપ કરતે બેઠા હતા. આવા કવખતે પિતાના ઘરની પાસે ઘોડેસ્વારને કોલાહલ સાંભળી સજનસિંહને બહુ અજાયબી લાગી. એટલામાં તેને એક વિશ્વાસુ સેવક તેની પાસે આવ્યું. તેને જોતાં જ તેણે પૂછ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com