________________
જોઈ આનંદ પામી તથા હસતાં હસતાં ત્યાં એકત્ર થએલી યુવતિઓને ઉદ્દેશીને બોલી “ અરે ! આ શું? જુઓ તે ખરાં કે કેટલી બધી વાર થઈ ગઈ? ચાલે, હવે બધું પૂરું કરે. જાઓ, શ્રીદેવી અને મહારાજા સજનસિંહને લઈ શયનગૃહમાં મુકી આવો ! જાઓ, ઉઠે બધીઓ !”
તે સ્ત્રીની આજ્ઞાને ત્યાં એકત્ર થએલી સ્ત્રીઓએ અમલ કર્યો. તે નૂતન વિવાહિત દપતિને જવા દેવા માટે બધી સ્ત્રીઓ એક તરફ ખસી ગઈ. તે નૂતન વિવાહિત દંપતિ દરવાજાની પાસે આવી પાંચતજ એક ખુણામાં એક નાનકડું વર્ષ-બે વર્ષનું બાળક ફાટેલા વસ્ત્રમાં વિંટાળેલું બાળક-નિરાધાર બાળક–પડેલું શ્રીદેવી વિવાહિતના જોવામાં આવ્યું. તે સાથે જ તે અત્યંત આશ્ચર્ય પામી એકદમ બોલી ઉઠી કે
અહાહા ! આ તે કઈ બાળક છે ! કેવું સુંદર લાગે છે !” એમ કહી તે બાળકને એકદમ તેડી લીધે. જોત જોતામાં રાણી શ્રીદેવીની આસપાસ તે બાળકને જોવા પુષ્કળ સ્ત્રીઓ એકઠી થઈ ગઈ.
તે બાળક કોણ હતું-કોનું હતું? એ બાબતમાં ત્યાં આવેલી ભામિનીઓ ભિન્ન ભિન્ન વિચારે જણાવવા લાગી પણ ખરું શું હતું?
પ્રકરણ ૩ જું.
દેશનિકાલ, અમે જે સમયની આ નવલકથા લખીએ છીએ તે સમય બહુજ પ્રાચીન છે. મહા પ્રતાપી પરદુઃખભંજન વિક્રમાંકદેવ ઉર્ફે વિક્રમાદિત્યે કલોકોને પરાભવ કરી તેમને હરાવી-ભારતવર્ષમાંથી હિમાલયની પેલી તરફ હાંકી મૂક્યા, ત્યાર પછી થોડાક વર્ષો વ્યતીત
થયા બાદ આ કથાનકને પ્રારંભ થાય છે. રાજા વિક્રમાદિત્યે આર્યરાજ્યને પુનરૂજજીવન આપી સંપૂર્ણપણે આર્યધર્મની પુનઃ સ્થાપના કરી. આ મહાન પ્રતાપી રાજાની કારકીર્દીિમાં ભારતવર્ષમાં ઘણા ભિન્ન બિન ન્હાનાં મોટાં રાજ્ય સ્થાપન થયાં. મેટાં મોટાં શહેર, અજીત કિલ્લાઓ અને આર્યદેવતાઓનાં મહાન મંદિરો સ્થપાયાં-બંધાયાં.
તે સમયે મહારાષ્ટ્ર દેશમાં જે જુદા જુદા બળવાન રાજપૂત રાજાઓ થઈ ગયા તેમાં ચાલુક્ય વંશના રાજાઓ પણ થયા. તેમના રાજ્યની બે શાખાઓ થઈ હતી. તેમાં એક શાખાના રાજાઓ પૂર્વ તરફના નર્મદા અને કૃષ્ણ એ બે નદીઓની વચમાંના સર્વ દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com