________________
૧૩ર
નહિ અને તમારા ઉપર ગુસ્સો પણ આવશે નહિ. માટે તમારે મને જે કાંઈ કહેવું હોય તો શંકા ન રાખતાં સુખેથી કહે. આપ કઈ બાબતમાં કહેવા માગો છે ?”
“હું આપને મારી પુત્રી પ્રભાવતીને લગ્નની બાબતમાં કાંઈક કહેવા માગું છું. સરદાર! મારી પુત્રી પ્રભાવતી ઉપર હમણાં જે વિપત્તિનો વરસાદ વરસ્યો છે, તેને જે તમે વિચાર કરશો તે તમારા સ્વભાવથી જ દયાળુ એવા અંતઃકરણ ઉપર બહુજ અસર થશે અને તમને પણ મારી જેમજ લાગશે.”
“ પણ તમને શું લાગે છે તે મને જાણવા !”
“મને લાગે છે કે હમણાં જુદી જુદી જાતની આવેલી અનેક આપત્તિઓ અસહ્ય થઈ પડી છે અને તેમાં પણ વધારે દુઃખને ભાર તેના ઉપર નાંખવે એ........”
“ શું તમે વિવાહ-લગ્ન-જેવા સુખદ અને માંગલિક પ્રસંગને દુઃખના ભાર રૂપ ગણે છે?”
“સરદાર ! હું કબુલ કરું છું કે–તે સુખદાયક અને મંગલમય પ્રસંગ છે છતાં તે કોને માટે તે છે, કઈ સ્થિતિવાળાને માટે માંગલિક છે, એને જ માત્ર વિચાર કરવા જેવો છે.” શાન્તપણે સજજને કહ્યું.
“એકંદરે તમારી પુત્રને મારી સાથે જે વિવાહ થયે છે, તે તમે તેડી નાંખવા માગે છે, એમ આપના અત્યારના કથન ઉપરથી સાફ સાફ જણાઈ આવે છે.” દુર્જને જરા ઉશ્કેરાઈ જઈને કહ્યું.
વિવાહ તેડી નાંખવાનું મારા હાથમાં નથી-કારણ કે હું તમને લગભગ વચન આપી ચૂક્યો છું, જે તમે મારી પુત્રિ સાથે લગ્ન કરવાજ માગતા હશો તે હું મારા વચનને કોઈ કાળે ભંગ કરીશ નહિ, એ તમે નક્કી–સાચું-માનજે. પરંતુ સરદાર! હું તમને આજીજી કરું છું-નમ્ર થઈને પ્રાર્થના કરું છું કે તમે મને મારા વચનના બંધનમાંથી મુક્ત કરે.”
“ તેનું કોઈ કારણ ? ”
“ કારણ એજ કે-મારી પત્રિની ખરી સ્થિતિ હમણાં હમણું પૂરેપૂરી મારા ધ્યાનમાં આવી ગએલ છે.”
છે અને સરદાર! મારી સ્થિતિને વિચાર તમારા ધ્યાનમાં કેમ નથી આવી શકતો?”
“ સમય મનુષ્યને નવીન નવીન વિયારે આપે છે.” “સજનસિંહજી ! જ્યારે તમે તમારા કિલ્લામાં હતા ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com