________________
મેં જ્યારે તમારી પાસે પ્રભાવતીની માગણી કરી ત્યારે–તમે મને
ગ્ય વિચાર કરીને જણાવવાના હતા. તે મુજબ અહીં આવ્યા પછી તમે-વિવાહ-નિશ્ચય કરવા તમે–મારી પાસે માણસ મોકલી મને અહીં તેડાવ્યો એ ઉપરથી એમ કહી શકાશે ખરું કે તમે ... વિચાર કર્યો નહોત? ઉપરાંત ભારે પ્રભાવતીની સાથે થએલા વિવાહનિશ્ચયથી શું આસપાસના સરદારે અજાણ્યા છે? સરદાર ! હવે જ્યારે તમને ડહાપણ સૂઝે છે તે તમે મને જ્યારે અહીં તેડાવ્યો ત્યારે તમારું ડહાપણ કયાં ગયું હતું? સરદાર ! મારે તમને જણાવવું જ જોઈએ કે-આ પ્રમાણે કરવું, એ ખુલે ખુલ્લું મારું સખત અપમાન કરવા જેવું છે! ”
નહીં આપના મનમાં તેમજ હશે તે તેની પણ યોગ્ય ગોઠવણ કરી શકાશે.”
પ્રભાવતી જેવું રમણી રત્ન શું મારા હાથમાંથી છટકી જશે? આ વિચાર મનમાં આવવાથી દુર્જનનું ચિત્ત બહુજ બેચેન બની ગયું. હવે એકદમ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ના કહેવાનું તેના મનમાંજ હતું પરંતુ તેમ કરવાનું સાહસ તે કરી શક્યો નહિ. તેણે ઘણે વખત સુધી અનેક વિચાર કરી અન્ત પાકો નિશ્ચય કરી લીધે કે-ગમે તેમ થાય છતાં પણ પ્રભાવતીને પિતાના હાથમાંથી છટકવા દેવી નહિ. પછી તેને સજજને પૂછયું કે
કહે, હવે તમે જે વિચાર નક્કી કર્યો?”
સજનસિંહજી ! મારા માન કે અપમાનને વિચાર કરતાં અને હમણું આપની ઉપર આવેલા પ્રસંગ તરફ જોતાં મને લાગે છે કે-વિવાહ તો આપણે નિશ્ચય કાયમ રાખવો. આ સાતમને દિવસે આપણે લગ્નનું નકકી કર્યું હતું તે પ્રમાણે ન કરતાં લગ્નના કાર્યને છ મહિના વ્યતીત થયા પછી વિચાર કરવો. કહે, આ કબૂલ છે?”
“બાબતમાં ભારે પ્રભાવતીની ઇચ્છા જાણવાની જરૂર છે.”
તે આપણે એમ કરીએ, તમે થોડે વખત તમારી પુત્રીની અને મારી એકાન્તમાં મુલાકાત થવા દે. પછી હું પિતજ તેને પૂછી જોઈશ. જે તે મારી સાથે લગ્ન કરવા ખુશી હશે-હા પાડશે-તે તે ઠીક જ છે અને જે તે ના પાડશે તો હું તમને તમારા વચનમાંથી મુક્ત કરી દઈશ. હું તમારી પુત્રિની ઈચ્છા પ્રમાણે કરવા સર્વ રીતે ખુશી છું-તૈયાર છું. જે કદાચ તે મારી સાથે લગ્ન કરવા ખુશી હશે તે આપણે કરેલા વિવાહ-નિશ્ચય કાયમ રાખીશું અને લગ્નને વિચાર પછીથી કરીશું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com