________________
૧૦૩
“ પણ તમે !? પણ મને તેમાંના કોઈની કાંઈ પણ ખબર કેમ નથી પડતી ? ” આશ્ચર્યથી લલિતના ખભા ઉપર હાથ મૂકી પ્રભા બેલી.
તેની તને ખબર ન પડે, એજ બહુ સારું છે અને હું પણ તે બાબતમાં હવે અત્યારે જ તને કાંઈ પણ કહેવા માગતા નથી. પણ ખરેખર જ્યારે તે પોતે જ તે દેખાવે જોઈશ, બનાવો જાણીશ અને વાત સાંભળીશ ત્યારે તને પણ મારી જેમ જ લાગવા માંડશે. એટલુંજ નહિ પણ આ સમયમાં જે જે બનાવે અજયદૂર્ગમાં બને છે, તે સર્વેની સાથે મારે સંબંધ છે, એમ તેને લાગ્યા વિના રહેશે નહિ.”
“ શું આ બનવાજોગ છે?” .
“ હા તે તત બનવાજોગ છે. હવે સવાલ એ છે કે તે શી રીતે બનવાજોગ છે? તે જે કે મારાથી તેને સારી રીતે સમજાવી શકાશે નહીં છતાં તે બનવાજોગ છે; એમાં તે જરાએ શંકા નથી. હું લાખ કોશીશ તને તે સમજાવવા માટે કરે છતાં તને જરા પણ હું સમજાવી શકું તેમ નથી. મને તે તે બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાત્રી પણ થઈ ચૂકી છે. સર્વ તરફથી મારી આશાઓ બળવાન્ થતી જાય છે. એટલા માટે મેં તને પહેલે પ્રશ્ન પૂછયો હતો. અને હવે ફરી પણ પૂછું છું કે-જેના ઉપર તારો તલ માત્ર પણ પ્રેમ નધી તેની સાથે શું તું ખરેખર લગ્ન કરીશ?”
પ્રભાવતીએ પિતાને તમામ ભાર તેના હાથ ઉપર નખે. અથુપૂર્ણ આંખોએ તેણે તેની તરફ જોયું અને પછી લલિતની છાતી ઉપર હાથ રાખી બેલી–બ મારા શુદ્ધ, સાત્વિક અને પવિત્ર પ્રેમનો પ્રવાહ આ તરફ વહે છે અને કર્તવ્ય બીજી તરફ લઈ જાય છે.”
“ એટલા માટે હું તને કહું છું કે–તારું કર્તવ્ય જે આડે આવતું હોય તો મારે એક ક્ષણ માટે પણ અહીં–આ કિલ્લામાં ન રહેવું, એ વધારે સારું છે.”
“ લલિત ! તમે આમ ગાંડાની જેમ શું બોલતા હશો ! હમણજ તમે મને સમજાવવા હતા. થોડીજ પળે પહેલાં તમને સર્વ વાતેમાં સંપૂર્ણ આશા અને વિશ્વાસ લાગતાં હતાં તે પછી આટલામાં જ તમે આમ કેમ નિરાશ થઈ ગયા? શું તમે આશાવાદી નથી? હજુ છે દિવસ બાકી છે તેટલી મુદત દરમિઆન ઘણું બનાવો બનશે, એમ તમે જ કહેતા હતા અને હવે મનેજ દેષ શા માટે છે છે વારૂ?”
પ્રભાવતી ! મારા કહેવાને ભાવાર્થ તે નથી. અહીં તારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com