________________
નમ્ર-નિવેદન !
આ નવલકથામાં અદ્ભુત ચમત્કાર કે જેને અંગ્રેજીમાં Miracle કહે છે, તેવા પ્રસંગે ઘણા આવે છે. તેવા પ્રકારના અદ્ભુત ચમત્કાર અને દિવ્યદૃષ્ટિના પ્રસંગા ઉપર કેટલે અંશે ટોકાના વિશ્વાસ પ્રેસરો, તે અમે કહી શકતા નથી તેમજ તેનુ વિવેચન આ સ્થાને અનુચિત પણ છે; પરંતુ અમારે એટલુ તા જણાવવુંજ જોઇએ કે આ પવિત્ર ભારતવર્ષમાં એવા કેટલાક મહાન પુરૂષષ થઇ ગયા તે, અને આ જમાના પણ કેટલાક લાકાના તેના ઉપર વિશ્વાસ હતા અને છે. આજકાલ સુરાપના સુધરેલા ગણાતા દેશેામાં પણ તેવી માન્યતા છે. તેમાં સ્કોટલાંડના લેકાતા તેના ઉપર ઘણા વિશ્વાસ છે, એમાં શંકા નથી. અંગ્રેજી રાજકવિ માયરન અને સર વોલ્ટર સ્કાટ, ફ્રેંચ કવિ રાસા અને જર્મન કવિ ગેટી ઇત્યાદિક જુદા જુદા દેશના વિદ્યાતાને દિવ્યદ્રષ્ટિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતા. આપણામાંથી પણ ધણા લોકો ભૂતપિશાચ વિગેરે માને છે અને તેની ઉપર વિશ્વાસ રાખે છે. મનુષ્યની એકાદ ચ્છા ( અપૂર્ણ ) રહી ગઇ હાય ! તે મરણ પામ્યા પછી પિશાચ કે ભૂત વગેરેમાંથી ગમે તે એક થાય છે, એવી આપણા આર્યલેાકાની પ્રાચીન માન્યતા છે. તેવાજ પ્રસંગે। આ નવલકથામાં ગુંથાએલા છે અને આવા પ્રસંગા નવલકથામાં ગુ થાવાથી નવલકથામાં અદ્ભુત રસ ઉત્પન્ન થયું છે.
.
આ નવલકથા અમે વિશ્વવિખ્યાત મહાન નવલકથાકાર રૅનાડસ'ની ‘ કેનેથ ’ નમક નવલકથાને આધારે લખી છે. એજ નવલકથાનું મરાઠી રૂપાંતર કે જે મુ. વાઇ જી. સાતારા, ખાતેથી પ્રકટ થતા ‘સરદ નના ાસિક તરફથી પ્રકટ થએલ છે, તે પુસ્તકમાંથી પણ અમે ઘણાખરે આધાર લીધે છે. આ સ્થળે અમે મૂળ નવલકથાકાર શ્રીયુત.. · નેસ્ ’ તા અને મરાઠી પુસ્તકના પ્રકાશક રા. નરહર નારણુ પટવર્ધનને અંતઃકરણપૂર્વક અત્યત આભાર માનીએ છીએ. એ શિય વધારે કાંઇ લખવું યોગ્ય નથી અને લખાય તેવું આ સ્થળ છે પણ નહિ.
*
૧૧ નવલકથામાં નીતિ-અનીતિ અને પાપ-પુણ્યનું એક નવેના ભરપૂર ચિત્ર આલેખ્યું છે.
ઉદયચંદ લાલચંદ પંડિત.
પ્રયોજક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com