________________
(૫) બરબિસિ, (ભરૂચ) (૬) ગંદાર, (ગંધાર) (૭) ખંભાત, (૮) વેલ (રાંદેર), (૯) સુરત, (૧૦) ડેન્શી (ગણદેવી) (૧૧) બકસઈ (વસા) અને (૧૨) તાનામયંબુ (થાણું મહિમ.).
પંદરમી સદીમાં ખંભાતના જાવક માલમાં લાખ, જટામાશી, ગળી, આમળાં, રેશમી કાપડ, અને કાગળ મુખ્ય હતાં. કાગળને ઉદ્યોગ આખા હિન્દમાં ખંભાતમાંજ હતા એમ “નિકેલા કાન્તિ” નામે મુસાફર ( ઇ. સ. ૧૪૧૦-૪) લખી ગયો છે. પંદરમી સદીની આખરે ( ૧૪૯૯ ) ફીરંગીઓ હિન્દમાં આવ્યા અને દરીભાઈ વહેપાર તેમના હાથમાં જ રહેવાની દહેશત ઉભી થઈ. શરૂઆતમાં તેઓ ન ફાવ્યા, પરંતુ સમય જતાં તેમનું બળ વધતાં ( ઈ. સ. ૧૫૩૩ ) ગુજરાતના સુલતાન બહાદુરશાહને એવી સરત કરવી પડી કે ગુજરાતના વહાણે ખંભાતથી નીકળી રાતા સમુકમાં જવા નીકળે તો તેઓએ વસાઈ આવી ફીરંગીઓને હસાઈ આપવી. ફિરંગીઓ પાસેથી પરવાનો લીધા વિના કોઈપણ વહાણ ખંભાત છોડે નહિ અને ગુજરાતમાં કોઈપણ મનવાર બાંધે નહિ.
સોળમી સદીમાં ખંભાતના મથાળા આગળનો ભાગ પૂરાઈ જવાથી ફક્ત નાનાં વહાણુ અને તે પણ મટે જુવાળ હોય તે વખતે ખંભાત આવી શકતાં. નાની હોડીઓ મારફતે દીવ, ગેઘા અને ગંધાર બંદરે ઉતરેલ માલ ખંભાત લાવવામાં આવતા. આમ છતાં ખંભાતને વેપાર પાછલી સદીની માફકજ કાયમ રહ્યો. જમીન માર્ગે વેપારની આવક જાવક અમદાવાદ અને રાધનપુરના માગે થઈ ઠેઠ લાહેર, આગ્રા અને સિંધના નગર ઠઠ્ઠા સુધી હતી. આ રસ્તે માલ ગાડાં અને ઊંટ દ્વારા જતો. રસ્તામાં લુંટના ત્રાસને લઈ હારબંધ વણઝારાની શ્રેણિ ચાલતી અને સાથે ભાટ રહે. જેની ત્રાગુ કરવાની ટેવથી માલ ઘણુ વાર લુંટાવા પામત નહિ તે સધીને આવક માલ નીચે પ્રમાણે હતો, તાંબુ, સીસું, પાર,
Www.umalagyanbrandar.com