________________
પ્રાકૃત તેમજ સંસ્કૃત ગ્રન્થમાં અને તે ઉપરાંત સ્તવન, સ્તોત્ર, રાસાઓ આદિમાં ઉપલબ્ધ છે અંતરિક્ષ વકાણે પાસ, જીરાવલે ને થંભણુ પાસ. (સકલતીર્થ) સેરીસરે, શંખેસરે, પંચાસરેરે; ફધિ, થંભણુપાસ. (તીર્થમાળા સ્તવન) अस्त्यानंदपुरं फलवर्धीनगरी श्रीसत्यनाम्नापुर
नाशिक्यं भगुकच्छमगदपुर सोपारकं विस्तृतम् । मोढेरं मथुरान्हिलनगरं श्रीस्तंभणपावनं
तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ।
આ તો માત્ર નિર્દેશ છે; પરંતુ તે ઉપરાન્ત ભૂતકાળમાં એક સ્કૃદ્ધિશાળી નગર તરીકે, અતિ વ્યવસાયના અજોડ સ્થાન તરીકે, ગુજરાતના પ્રખ્યાત અને અગ્રગણ્ય બંદર તરીકે પણ ખંભાતનું ગૌરવ ઓછું નથી. તેથી અર્વાચીન પરિસ્થિતિમાં પદસંચાર કરતાં પૂર્વે તેના ભૂતગૌરવ પર બાઝેલાં થર ખસેડી આપણે તેની નીચેની વસ્તુઓનું અવલોકન કરીયેઃ તેના પર કાળના કેવા કરાળ સપાટા લાગ્યા છે, ચડતી પડતીના કેવા ચમકારા તેણે અનુભવ્યા છે, અસ્તદયરૂપ સર્વત્ર ગતિમાન ચક્ર તેના પર કેવી રીતે ફરી વળ્યું છે આદિ. પ્રાચીન કાળની ત્રંબાવટી નગરી રૂપે, સ્વભણુપુરના ચમત્કારિક બનાવ રૂપે, ભૂતકાળની જાહોજલાલી રૂપે પ્રભાત નિરખવાને આપણે તેના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસમાં ડુબકી મારવી પડશે. તેનું ભાવિ શેમાં ઉજ્જવલ રહેલું છે એનું પણ વિચારમનન કરવું પડશે અને ત્યારે જ આપણે તેના ભૂત-વર્તમાન-અને ભવિષ્યના મહાભ્યને નીરખી શકીશું.
નીચે કરેલા ઉલ્લેખો એતિહાસિક છે જે “ગુજરાતના પ્રાચીન અને અર્વાચિન ઇતિહાસ તેમજ “વસન્ત રક્ત મહત્સવ સ્મારક અન્ય’ માંના “આપણા વહાણવટાના લેખમાંથી લીધા છે અને જે
Shree Sudharmaswami Gyanbhandar Umara, 'Surat" "www.umalagyanbhandar.com