________________
જેન ઉલ્લેખો છે તે તે સંપ્રદાયના રાસાઓ, સ્તવન, પ્રાચીન ગ્રન્થા આદિમાંથી છે.
ગુજરાતના પ્રાચીન એતિહાસિક ઉલ્લેખ:
અણહિલવાડના રાજાઓના સમયમાં ખંભાતનું અસલ નામ ગંભૂત બદલાઈને થંભતીર્થ પડયું હતું. રાષ્ટ્રકુટના ગોવિંદ રાજાની સામે થનાર સ્તંભ રાજાને ખંભાત સાથે કોઈ સંબંધ હોવો જોઈએ. (ઇ. સ. ૮૦૦-૮૦૮)
ખંભાતના સગાળવસહિકાના ચૈત્યમાં આચાર્યશ્રી હેમચંદ્રની દીક્ષા થઈ હતી અને પરમાત કુમારપાળ રાજાએ તેને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સોલંકી રાજાઓના સમયની અને તેમાં પણ રાજા સિદ્ધરાજ અને કુમારપાળના સમયની ખંભાતની જાહોજલાલી તે સુવિદિત છે એટલે તે સંબંધી ઉલ્લેખો ટાંક્યા નથી. (ઈ. સ. ૧૨૦૦).
ખંભાતના એક સૈયદ નામના વેપારીએ ત્યાંના મંત્રીશ્વર વસ્તુપાળ સાથે કજીઓ કર્યો; સૈયદે ભરૂચના શંખનામના સરદારની મદદ લીધી, પરંતુ વસ્તુપાળે લુણપાળની સહાયથી તેણે હરાવ્યો; લુણપાળ આ લડાઈમાં ઘાયલ થયો અને થોડા વખતમાં મૃત્યુ પામ્યા. ખંભાતની પ્રજાએ વસ્તુપાળની છતથી ખુશી થઈ તેનું બહુમાન કર્યું. લુણપાળના મરણની જગ્યાએ મંત્રીએ “લુણપાળપતિનું દેવળ બાંધ્યું. સૈયદને પકડી તેની મિલ્કત જપ્ત કરી. તેમાંની કિંમતી વસ્તુઓ રાજા વિરધવલે ગ્રહણ કરી ધૂળનો મોટો ઢગ અને કેટલીક વસ્તુઓ મંત્રીને ઇનામ આપી. મંત્રીના પુણ્યપ્રતાપે ધૂળ પણ સોના રૂપા તરીકે કામમાં આવી; કારણકે સૈયદના ઘરમાં એક વખત અગ્નિને ઉપદ્રવ થયો હતો જેમાં તેના દરદાગીના ધૂળ ભેગા થયા હતાં. કહેવાય છે કે મંત્રીશ્વર એ સર્વ મિલ્કત લઈ શત્રુ Sજય પ્રતિ જતા હતા ત્યારે રસ્તામાં તે મિલકત સંતાડવા હડાળક -
brandarumara, Surat
Www.umáragyanbhandar.com