________________
તીર્થના પ્રકાર
તીર્થસ્થાનો મહિમા અચિંત્ય છે. તેના પાંચ વર્ગ પાડી શકાયઃ (૧) કલ્યાણકભૂમિઓ, (૨) અનશનભૂમિ, (૩) નૈસર્ગિક સૌન્દર્યમય ભૂમિ, (૪) ચમત્કારિક બનાવોના સંબંધવાળી ભૂમિઓ અને (૫) સ્થાપનાનિક્ષેપદ્વારા નિર્મિત થયેલ ભૂમિઓ.
અયોધ્યા, રત્નપુરી, ચંપાપુરી, પાવાપુરી, કાકંદી, સમેત શેખર, ગિરનાર, હસ્તિનાપુર આદિ પ્રથમ વર્ગન; શત્રુજ્ય આદિ બીજા વર્ગની; અબુદાચલ (આબુ), તારંગા, ગુણશીલવન ચત્ય, તાળધ્વજ (તળાજા), નાડુલાઈ, રાણકપુર આદિ ત્રીજા વર્ગની, કેસરીયા, અંતરીક્ષજી, મક્ષીજી, શંખેશ્વરજી, થંભણજી આદિ ચોથાવર્ગની અને જ્યાં એક યા અનેક જિનાલય છે એ પાંચમા વર્ગની તીર્થભૂમિ છે, સૂત્રમાં કથન છે કેઃ
જે કોઈ નામ તીર્થ સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ લોકમાં અસ્તિત્વ ધરાવતું હોય અને જ્યાં એક યા અનેક જિનબંબ હોય તે સર્વને નમસ્કાર આ વચન, ઉપરના વર્ગીકરણમાંના પાંચમા વર્ગની જ પુષ્ટિ કરે છે.
ખંભાતને મહિમા
ખંભાત યા સ્થંભણપુર જ્યાં શ્રી સ્વંભણુક પાર્શ્વનાથનું ચમત્કારિક નિલમનું બિમ્બ બિરાજમાન છે તે ચોથા પ્રકારનું તીર્થ છે તે ઉપરના વર્ગીકરણ પરથી સ્પષ્ટ જ છે. આ ઉપરાન્ત અતિ પ્રાચીન મૂર્તિવાળા ત્યાં અનેક દેવાયો છે, જેમાં પરમ આહંત સમ્રાટ સંપ્રતિની ભરાવેલ અનેક મૂર્તિઓ હજી પણ દષ્ટિગોચર થાય છે. આ કારણથી સ્થંભતીર્થને ઉલ્લેખ પ્રાચીન તેમજ અર્વાચીન
Shree Sudharnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com