________________
પ્રમાણાલંકાર.
૬૦૫ લિંગથી જે લિંગીનું જ્ઞાન અર્થાત્ ચિહ્નથી ચિતવાળાનું જ્ઞાન એ અનુમાન કહેવાય છે. જે પૂર્વવત્, શેષવતું અને સામાન્યતઃ દ્રષ્ટ એવા ત્રણ પ્રકારનું છે. કારણથી કાર્યનું જ્ઞાન હોય એ પૂર્વવત્, કાયથી કારણનું જ્ઞાન હોય એ શેષવત્ અને કાર્યકારણુ ભાવ વિના અવિનાભાવથી એકથી બીજાનું જ્ઞાન હેય એ સામાન્યતઃ દ્રષ્ટ છે.
યથા ઘનગન દામિનિદમક, ધુરવા ગણ ધાવંત;
આ વર્ષ આણવા, વિરહિણિઓને અંત. આહીં વર્ષાકાલરૂપ કારણથી વિરહિણનાં મરણરૂપ કાર્યનું જ્ઞાન છે.
યથા
મનાવવા માનિનિને, પડ્યા પાયમાં લાગે છે લાલ, હરપાવકસમ જાવક, જોઉં છું હું આપ તણે ભાલ.
આહીં લલાટમાં જાવક લગાડવારૂપ કાર્યથી સપત્નીના પાદપતનરૂપ કારણનું જ્ઞાન થાય છે.
યથા અંબર છાયું ઘનથી, ગિરિશિખરે નાચતી મયૂર માલ; ધરપર કદંબ ફૂલ્યાં, આનંદપ્રદ આ વર્ષાકાલ.
અહીં ઘન આદિથી વર્ષોત્રાતુનું જ્ઞાન છે. ઘન આદિને અને વર્ષાઋતુને કાર્યકારણ ભાવ નથી, કિન્તુ અવિનાભાવ સબંધ માત્રથી છે. અવિનાભાવ એ છે કે એકના વિના બીજાનું ન થવું, તેથી અહીં વર્ષાકાલ વિના ઘનાદિનું થવું નથી, આ અવિનાભાવથી વર્ષાઋતુનું અનુમાન થયું છે.
શબ્દથી જે યથાર્થ જ્ઞાન થાય છે તે રાજપમાન.
યથા જેના ગુણે શ્રુતિ ગાય નિત્ય, મુનિ મગ્ન થાયે નામ લઈ, શંકર રટે છે નામ જેનું, કાળ કંપે દીન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com