________________
કાવ્યશાસ્ત્ર,
૬૨ અલંકાર છે. અને એ વિરૂદ્ધ ભાવેની સબ્ધિ છે. કેમકે યુદ્ધવિષયક ઉત્સાહ અને સ્ત્રીવિષયક રતિ આપસમાં પરસ્પર વિરૂદ્ધ પ્રસિદ્ધ છે.
માવરવતાં. રાવતા એટલે ઘણુઓની મિલાવટ અથવા એકઠા થવું. એ ભાવેની શબલતા સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ બને ત્યાં भावशवलता अलंकार.
ગ્રહ ગહન વન વિચરતાં, શબરે કર રતિકાજ; થાય એક સંગ રિપુસ્ત્રીને, ગ્લાનિ કેપ ભય લાજ.
આહીં નૃપતિની રિપુરમણીઓના ગ્લાનિ, ભય, કેપ અને વડા વ્યભિચારી ભાવેની શબલતા કવિના રાજરતિભાવનું અંગ હેવાથી માઘરાવતા અંજાર છે.
प्रमाणालंकार ઈશ્વર આદિના નિર્ણયને માટે પ્રમાણ માનવામાં આવેલ છે. જેમાં ચાવક અથવા નાસ્તિક તે એક પ્રત્યક્ષ પ્રમાણુજ માને છે, વૈશેષિક શાસ્ત્રના કર્તા કણાદ મુનિ અને બાધમતવાલા પ્રત્યક્ષ અને અનુમાન નામના બે પ્રમાણ માને છે. સાંખ્ય શાસ્ત્રવાલા પ્રત્યક્ષ, અનુ. માન અને શબ્દ એ ત્રણ પ્રકાર માને છે. ન્યાય શાસ્ત્રના કર્તા ગૌતમ પ્રત્યક્ષ, અનુમાન શબ્દ અને ઉપમાન એ ચાર પ્રમાણ માને છે. મીમાંસા શાસ્ત્રના એકદેશી પ્રભાકર પ્રત્યક્ષ અનુમાન, શબ્દ, ઉપમાન અર્થાપતિ એ પાંચ પ્રમાણ માને છે. મીમાંસક ભટ્ટ અને વેદાંતી પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અનુપલબ્ધિ એ છે પ્રમાણ માને છે. પાણિક લોક પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અથપત્તિ અને અનુપલબ્ધ, સંભવ અને ઐતિહા એ આઠ પ્રમાણ માને છે.
મહારાજા ભેજે અને અપભ્યદીક્ષિતે એ પ્રમાણોના અનુસાર અલંકાર માનેલ છે. પ્રમા શબ્દનો અર્થ યથાર્થોનુભવ. ચિન્તામણિ કોષકારે કહ્યું છે કે “ જમાં યથાર્થોનમ કનૈવ મા ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com