________________
રસનિરૂપણ.
૨૭
યથા. કુલટાઓને સંગે, નિશદિન ફરતે બંધન માર સહે; છૂટ્યા પછી સદાયે, થઈ જીત મુજ જબરી કુટિલ કહે.
वैशिक વેશ્યાનુરક્ત પુરૂષને વૈશિશ કહે છે.
કેટલાએક કવિઓ વૈશિકના નીચે પ્રમાણે ભેદ બતાવે છે. १ अनुरक्त, २ काममत्त, ३ सुरामत्त, ४ धनमत्त.
યથા. સુવરણવરણી શ્યામા, પાન ચાવતી દ્વાર પરે બેઠી હસી જોઈ મુજ સામું, હાય માહરા હૃદયમહીં પેઠી.
अनुरक्त. જે પુરૂષ મન, વચન અને કર્મથી ગણિકાના પ્રેમને વશ થાય તેને અનુરજ કહે છે.
યથા.
શી રીતે મુજ મનમાં, અવર નારીને પ્રેમ શકે પસી; વાર વિલાસિની કેરે, વિલાસ જેમાં બળે રહ્યો બેસી.
काममत्त- यथा ફરે કામવશ નિશદિન, અતૃપ્ત અંતર તૃપ્ત થાય નહી, ઘડી ઘરમાં ઘડી બાહિર, ઘડી વેશ્યાઓતણું ગલીમાંહી.
सुरामत्त----यथा તનસુગંધિ ચંપકસમ, નિજ નારીનું નિત્ય કરી ન્યારું; વાર વધુને ભુવને, મત પડ્યા રહે મધુ પીવા સારૂ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com