________________
રસનિરૂપણ.
૨૮૫
सामान्यास्वाधीनपतिका-यथा. માન કરૂં શી રીત, વાંક લ્હાલાને નાવે, એક કહું ત્યાં અધિક વસ્તુઓ હેરી લાવે. મુદ્ધિ માગું તહાં, હાર મુક્તાને આપે, જરા ઉદાસી જેઇ, તુરત મુજ ચરણ ચાંપે, હોંશ રહી ગઈ હૃદયમાં, મુજને માન કર્યા તણી, પણ હું શું સજની કરૂં, પ્રીતિ પ્રિયતમની ઘણી.
યથા. રૂપ ગુણેથી ભરેલી, મુજવિણ વનિતા નથી અન્ય હાલ; પ્રિયકર ગ્રહીં કંકણ દે, હૃદય લગાવી દે મુક્તામાલ.
अभिसारिका. પ્રિય સંગમાથે સંકેત-સ્થલમાં જવાવાળી અથવા પતિને પિતા પાસે બેલાવવાવાળી સ્ત્રીને મિસાવિ કહે છે. સમય પ્રમાણે રૂ૫ અને શૃંગારનું સજવું, બુદ્ધિબલનું જોર બતાવવું, સાહસ અને છળ કરે એ એની ચેષ્ટાઓ છે.
મુધામિનાર–યથા. મળીને સખીઓ સર્વ, કહે બાલાને બાઈ, જેવા નવલો ખેલ, ચાલ જંગલમાં જાઈ; છળબળથી કરી છટા, છબીલીને છળી લીધી, વિધવિધ વાતે માંહીં, ભમાવી આગળ કીધી. કુંજ ગલીમાં કેડથી, મેળવી મેહનને જઈ અજબ ખેલ અવિકતાં, સુભગ શરમાઈ ગઈ.
યથા.
નવલાને નેહથી, કેલિભુવનમાં લઈ ચાલી આલી; મુખશશિ ભૂષણ તારા, દ્રગ ચકાર કરી નિરખે વનમાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com