________________
રસનિરૂપણ.
વન–યથા. શીતલ મંદ સમીર શુભ, શ્રવે પુષ્પ રસબુ; પરિમલ ગ્રહ પ્રેમે કરે, મનહર શબ્દમિલિન્દ. આમ તેમ ઉડતાં લવે, કોકિલ મેર ચકર, ભય તજી મૃગ ભાવું ફરે, ઉડતા શુક કરી શેર. વિવિધ વિટપના વૃદથી, વર લપટાઇ વેલિ,
નેહે શીતલ છાંયમાં, કપોત કરતાં કેલિ. નંદન વન કરતાં અધિક, ઉરે ભારે આનંદ; શ્યામ શ્યામ સુખેં તહાં, કીડા કરે અમંદ.
૩પવન-થા. ચંપક જાઈ ચમેલીને, કલિત કુન્દ મન્દાર; પારિજાતને સેવતી, માલતી મનહરનાર. હતિ ભૂમિ તૃણજાલથી, બહુ છૂટે જલયંત્ર; ભ્રમર અમિત ભાવું જપે, મહદ કામના મંત્ર. માધવી લતિકાથી લલિત, છાયા વિવિધ વિતાન; નહર તટે નિકુંજ બહ, દિયે પ્રેમનું દાન. વળી અશોકને આમ્ર પર, કેફિલ કરતી શેર; બકુલપરે શુક સારિકા, બેલે ચિત્તનાં ચેર. નારિકેલ નિનુ અમિત, કદંબને કચનાર; પંગ વૃક્ષ સેતુર અને, દ્રાક્ષ બદામ અનાર. સરસિજ વિકસ્યાં સુખદ બહ, સુન્દર સરસી માંહી; હંસ અને કારડ, કલરવ કરતાં ત્યાંહીં. ઈન્દ્રતણું ઉદ્યાનને, સર્વ ગર્વ દે ગાળ, રસિક રાધિકા સહ કરે, વિહાર ત્યાં વનમાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com