________________
કાવ્ય શાસ્ત્ર.
થાન અને વૃષભ આદિના ગુણે નહિ જણાવ્યા છતાં જણાઈ આવે છે માટે મળી સાધ્યવસાના સમજવી.
रूढा लक्षणलक्षणा.
યથા. કંચુકી ઉતારી કુચમંડલથી પ્યારી ઝટ, સાડી દૂર ફેંકી કરે કલાજ ન્યારી તું; કલિત કરેંથી છોડી ગ્રન્થિ કટિવસ્ત્ર તણું, ઝટપટ લે છે ધોતી કટિપર ધારી તું. છોડવા અંબોડો હાથ ઉંચા કરે એક સાથે, ભ્રકુટિ ચઢાવીને જણાવે ભાવ ભારી તું; નદીને કિનારે વસ્ત્ર ધોવાને ગએલી ધન, 'કોનું મન બાંધે ના કછેટે બાંધનારી તું.
આમાં બધા શબ્દો રૂઢ છે એથી “રૂઢા” અને મનને બાંધવું એ સંભવતું નથી, વશ કરવું સંભવે. વશ કરવા રૂપી અન્વયની સિદ્વિઅર્થે “બાંધવું” એ શબ્દ પિતાને અર્થ તજી દીધો, માટે “લક્ષણલક્ષણ”. प्रयोजनवती लक्षणलक्षणा.
યથા. હમણાં જમીને જતાં શું ઘેર બાઈ બધાં, પહોંચ્યા બાદ ત્યાં ખુશીથી ફાવે તેમ ફરજે. જગત બધાથી જાણે આહીંની અનેખી રીત; સવે એક બીજાથી વિચારી વાત કરજે. ઘૂંઘટથી ઢાંકી મુખ તાકી માત્ર ધરા સામું ઉંચી આંખ કરતાં જરૂર દિલે ડરજે. ચૂપ ચાપ ચાલ મળીને સહુ એક સાથે, ગેકુલમાં ફેંકી ફંકી ધીમે પાય ધરજો. આમાં “ફેંકી ફંકી” એ શબ્દ વિચારની ચાલ ચાલવારૂપ અન્વયની સિદ્ધિને માટે પોતાને અર્થ તદીધો તેથી “લક્ષણલક્ષણા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com