________________
શબ્દશક્તિઓ.
૮૯ અહીં ગેપના કર્મસંબંધે કૃષ્ણને ગેપ કહો, કરથી વીંટી કાઢી ત્યાં કર તથા અંગુલિને અંગગીભાવ સંબંધ બતાવે. માટે શુદ્ધા સમજવી.
गौणी सारोपा.
યથા.
વનરાજ સમાન પરાક્રમથી સહુ સિંહ કહે બળિયા નરને, કૃતિ જોઈ શિઆળ સમી જગમાંહિ શિઆળ કહે સહુ કેયરને, શિવ તુલ્ય ગુણે નિરખી ત્રયનેત્ર કહે સહુ સન્મતિ સાગરને, મતિમંદ મહીં ગુણ અંધ સમા ગણું અંધ કહે ન લહે ડરને.
આહીં સિંહ, શિઆળ, ત્રિનેત્ર અને અંધ એ આપ્યમાન અને આરેષ્ઠ પુરૂષે સમજવા. આરોગ્ય વિષય પરાક્રમથી સિંહ, ભીરુતાથી શિઆળ, સર્વજ્ઞપણુથી શંકર અને સત્યાસત્યને નહિ જોઈ શકવાથી અંધ કહેલ છે એથી પાપ અને પરાક્રમ આદિ ગુણેના પેગથી ગૌ સમજવી.
गौणी साध्यवसाना.
યથા. મારા સુણવા પ્રમાણે માતાર્જીના મંદિરમાં, ભેળી થઈ હતી આજ બ્રાહ્મણની આખી નાત; પડવા પ્રપંચમાં હું પ્રથમથી જ નથી, કારણ કે છે નહીં પસંદ મને પક્ષપાત. ઉદ્યોગને કાજ જે યુરોપમાં જઈને આવ્યું, તેને દંડ દેવા કેણુ આગળ થયે'તે તાત ? બેલ્યા શું ગધેડા, શ્વાન ઉચર્યા શું એ સમયે,
બુદ્ધિમાન બની ત્યહાં વૃષભે કરી શી વાત? આહીં ગધેડા, શ્વાન તથા વૃષભ આપ્યમાન ઉપમાન છે અને માણસે આપ્ય-વિષય ઉપમેય તે નથી. આપ્યમાન ગધેડા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com