SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય શાસ્ત્ર, માનન્દ સંદેહજનક હોવાના કારણથી સુકુમાર બુદ્ધિવાળાઓને પણ કાવ્યદ્વારા ચતુર્વફલપ્રાપ્તિ થાય છે. આનાથી પણ કાવ્યદ્વારા આનંદપ્રાપ્તિની આવશ્યકતા સ્પષ્ટ સિદ્ધ થાય છે. કેમકે ચતુર્વર્ગ ફલની પ્રાપ્તિ તે વેદશાસ્ત્ર દ્વારા પણ થાય છે, પણ કાવ્યમાં વિશેષ એટલું છે કે આનંદ પ્રાપ્ત થવાના કારણથી એમાં લોકોની પ્રવૃત્તિ શીધ્ર અને અધિક થાય છે. એટલા માટે એનાથી ચતુર્વર્ગની પ્રાપ્તિ અલ્પ બુદ્ધિવાળાઓને પણ સુખથી થઇ શકે છે. ઉપર જે વાતે લખાઈ ગઈ છે એ ઉપર વિચાર કરીને જગનાથ પંડિતરાજે આ લક્ષણ કર્યું છે. અને એનું લક્ષણ બીજાં સર્વ લક્ષણેની અપેક્ષાએ શ્રેષ્ઠ હોવાનું આજ કારણ છે. જે અર્થચમત્કૃતિ શુન્ય શબ્દચમત્કૃતિ પુરિત વાક્યના વિષયમાં સર્વ લોકેાની સંમતિ ઉક્ત પંડિતરાજના જેવી છે, તે આ લક્ષણ પૂર્ણ રીતે સમ્ય જાણવામાં આવી શકે છે. એ વિષય ઉપર એઓએ આ પ્રમાણે લખ્યું છે. यद्यपि यत्राथचमत्कृतिसामान्य शून्या शब्दचमत्कृति स्तत्पश्चममधमाधममपि काव्यविधासुगणयितुमुचितम् ॥ यथैकाक्षरपद्यार्थावत्तियमकपद्यबन्धादि । तथापि रमणीयार्थप्रतिपादकशब्दतारूपकाव्य सामान्यलक्षणानाक्रान्ततया वस्तुतः काव्यत्वाभावेन महाकविभिः प्राचीनपरपंरामनुरुन्धानस्तत्रतत्र काव्येषु निबद्धमपि नास्माभिणितम् ॥ અદ્યાપિ જ્યાં અર્થચમત્કૃતિ સામાન્ય, શૂન્ય શબ્દચમત્કૃતિ હેય તે કાવ્યના પાંચમા અધમાધમ ભેદમાં ગણવાને ગ્ય છે. જેમ એકાક્ષર પધાર્યાવૃત્તિ, યમક, પદ્યબંધાદિ તે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દતા રૂપ કાવ્યનું સામાન્ય લક્ષણ ન ગણવાના કારણથી પ્રાચીન પરંપરા અનુસાર ચાલવાવાળા મહાકવિઓના એવા નિબંધને ગુંફન કર્યા પછી પણ વાસ્તવમાં કાવ્યત્વ ન હોવાથી અમે એને કાવ્ય નથી ગણતા. જો કે શુદ્ધ શબ્દચમત્કૃતિ અમારી સમ - I Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy