________________
આમુખ
કેડિયાની માળા લટકાવાયેલી છે. એને ગધેડા ઉપર બેસાડાયેલો છે અને એને રાજમાર્ગે થઈને કર્કશ અવાજવાળા ઢોલ વગાડી લઈ જવાય છે. આવા વધ્યનાં વર્ણનો અન્યત્ર પણ જોવાય છે. દાખલા તરીકે વિવાગસુય (અ. ૨; કંડિકા ૩૭)માં વધ્યનું વર્ણન છે. એમાં વધ્યને શરીરે તેલ ચેનેલું છે. વધ્યને માટેના કર્કશ વસ્ત્રની જોડી એને પહેરાવેલી છે. એના ગળામાં દેરડું અને રાતા ફૂલની માળા છે. એના નાક અને કાન કાપેલા છે, એના હાથ પાછળ બાંધેલા છે અને ગરદન પાછળ વાળેલી છે. એને ચાબખાના સેંકડો ફટકા લગાવાયેલા છે. એના શરીરમાંથી નાના નાના માંસના ટૂકડા કાપી તે એને ખવડાવાય છે.
શુકકત મૃચ્છકટિકા (સં. ૧૦)ના પમા અને ૨૧મા પદ્યમાં વધ્યનું વર્ણન છે.
ભવભૂતિકૃત માલતીમાધવ(અં. ૫)માં ચામુંડા દેવીને ભોગ ધરાવવા માટે પસંદ કરાયેલી ભાલતીરૂપ વધ્યને ઉદ્દેશીને ચસ્તારમાસના એવો ઉલ્લેખ છે.
મુદ્રારાક્ષસ (નં. ૭)માં ચન્દ્રદાસનું પાત્ર છે. એ વધે છે પણ ત્યાં વધ્યનું વર્ણન નથી.
અશક્યતાનાં " ઉદાહરણ–૭૪ મા પછમાં અમૃતમાંથી વિષની ઉત્પત્તિનું અને ચંદ્રમાંથી અગ્નિની ઉત્પત્તિનું જે સૂચન છે તે અશક્યતાની અવધિ દર્શાવે છે.
ચારિત્રની દુકરતા-૬, ૪૭ અને ૧૪૯ એ અંકવાળાં પૃષ્ઠોમાં આ વિષય સારી રીતે ચર્ચાયેલું છે.
વિજ્ઞાન–૯૭ મા પૃષ્ઠમાં પારાના રસના મિલનનું જે ઉદાહરણ અપાયેલું છે તે તે સમયના વિજ્ઞાનને બોધ કરાવે છે.
અનુગામન–અસલના જમાનામાં સ્ત્રી પિતાના પતિની પાછળ સતી થતી હતી એ વાત ૧૩૫માં પૃઇગત ૩૪મા પદ્ય ઉપરથી, ૩૮મા પૃદગત ૨૦મા પદ ઉપરથી અને ખાસ કરીને ૨૮મા પૂછગન ૧૭મી કૃતિના અંતિમ ભાગ ઉપરથી સમર્થિત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com