________________
આમુખ
પાઈય ખંડ પરિચય કરુણ રસ સંબંધી આ ઊહાપોહને વિશેષ ન લંબાવતાં હવે હું પ્રસ્તુત ગ્રંથ વિષે થોડેક ઉલ્લેખ કરીશ. આ સંગ્રહાત્મક ગ્રંથમાં અપાયેલી તમામ કૃતિઓના પ્રણેતાઓ ભારતના વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ નથી, પરંતુ એક જ સંપ્રદાયના એટલે કે જૈન સંપ્રદાયના છે અને તેમાં પણ વળી તેઓ તાંબર મુનિઓ છે.
પાઈય ખંડની પહેલી ત્રણ કૃતિઓ જૈન આગમોમાંથી ઉદ્ધરાયેલી છે. વિયાહપણુત્તિ એ જૈનોનાં ૧૨ અંગમાંનું પાંચમું અંગ છે. એને વિવાહપણુત્તિ પણ કહેવામાં આવે છે. એને સામાન્ય જનતા ભગવતીસૂત્ર તરીકે ઓળખે છે. એના કર્તા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણધર પૈકી પાંચમા ગણધર શ્રી સુધસ્વામી ગણાય છે. આ મહાકાય અંગમાંથી શ્રી મહાવીર સ્વામીના ભાણેજ તેમ જ જમાઈ નામે જમાલિને દીક્ષા પ્રસંગે ઉપસ્થિત કરાયેલો છે.
(૧) જમાલિ દીક્ષા લેવા માગે છે એ જાણું એમની માતાને આઘાત થાય છે, તે મૂચ્છિત બને છે અને કંઈક ચેન પડતાં તે જમાલિને સમજાવવા માંડે છે કે તું તો અમારો એકને એક પુત્ર છે અને અમે તારા જેવા પુત્રરત્નનો વિયોગ સહન કરી શકીએ તેમ નથી એટલે અમારાં મરણ બાદ તારે દીક્ષા લેવી. આના ઉત્તમાં જમાલિ મનુષ્યભવની અસ્થિરતાનું પ્રતિપાદન કરે છે. અના પ્રત્યુત્તર રૂપે એમની માતા એમના ઉત્તમ શરીરનું ચિત્ર એમની સમક્ષ રજુ કરી એમને એને ઉપભોગ કરવા સૂચવે છે. આ સાંભળી જમાલિ મનુષ્યના દેહની મલિનતા અને વિનશ્વરતાનું આબેબ વર્ણન કરે છે. એમની માતા એના ઉત્તરમાં જમાલિની આઠ સુલક્ષણી પનીઓનો નિર્દેશ કરે છે અને તેમની સાથે વિવિધ ભાગ
અને ઉપભેગની લહેર ઉડાડવાનું કહે છે. જમાલિ એ ભેગાદિની નિસારતા ને અનર્થકતા વર્ણવે છે. ત્યાર બાદ એમની માતા એમના
પૂર્વજોની ઋદ્ધિનો ઉપભોગ કરવાનું કહે છે. એ સમયે જમાલિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com