SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ થઈ છે, તેથી જ હું આપને મળવા આવ્યા છું. વળી એ મહિના પછી તેને સ્વયંવર થવાનેા છે, તે દરમ્યાન આપ સરસ્વતી દેવીનુ આરાધન કરશેા, તે દેવકૃપાએ આપ તેણીના પ્રશ્નોના જવાખા આપવામાં અને તેણીને પરણવામાં ભૂિત થઈ શકશો. બીજા દિવસથી શંખરાજા સરસ્વતી દેવીની ઉપાસના કરવા લાગ્યા. તેણે અખંડ બ્રહ્મચર્ય વ્રત લીધું. રાજાની અનન્ય ભક્તિથી સરસ્વતી દેવી તેના પર પ્રસન્ન થઈ, અને રાજા સન્મુખ આવી ઊભી. વરદાન માગવાનુ કહેતાં રાજાની ઈચ્છા મુજબ ' તથાસ્તુ કહી દેવીએ કહ્યું:—રાજન! સ્વયંવરમાં જઈને તમારે વચ્ચે ઉભા કરેલા સ્તંભની પુતળી પર હાથ મૂકવા એટલે તે પુતળી તેના ચાર પ્રશ્નોના જવાબ આપશે અને કલાવતી તમારી સાથે પરણશે. " દેવીના કહેવા પ્રમાણે રાજાએ સ્વયંવર મડપમાં જઈ તે પ્રમાણે કર્યું એટલે કલાવતીએ શ’ખરાજાને પુષ્પહાર પહેરાવ્યા અને વિધિપૂક લગ્ન *યા થઈ. થાડાક દિવસ પિતૃપક્ષમાં રહી, કલાવતી શ'ખરાજા સાથે શંખપુરમાં આવી. કલાવતી સદ્ગુણી અને સુશીલ હાવાથી સર્વાંત્ર પ્રશંસા પામી, અને મનુષ્ય સબંધીના વિવિધ સુખા ભાગવવા લાગી. સુખભાગ ભાગવતાં તેણીને ગર્ભ રહ્યો. ગનું સુરક્ષિતપણે રક્ષણ કરતાં આઠ માસ વ્યતિત થયા, એટલે કલાવતીને પિયરમાં તેડી જવા માટે જયસેન નામના તેના ભાઈ એ પેાતાની બહેન વાસ્તે સુંદર ખેરખાં અને વસ્ત્રાભૂષણા લઈ માણસે મેાકલ્યા. ખેરખાં વગેરે જોઇ કલાવતી અત્યંત હર્ષ પામી. શ`ખરાજાને કલાવતી પર અતિશય સ્નેહ હાવાથી તેણીને પિયર મેાકલવાની ના કહી, એટલે આવેલ માણસા વિદાય થયા. આ તરફ કલાવતી, ભાઈ એ મેાકલેલાં ખેરખાં કાંડાપર પહેરી ભાઈની પ્રશંસા કરતી, દાસી પ્રત્યે કહેવા લાગી. અહા ! તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy