SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મારા પર કેવો સ્નેહ છે, કે આવા સુંદર બેરખાં અને વસ્ત્રાભૂષણ મારા માટે મોકલ્યા ! અહો ! હું તેમને ક્યારે મળું! આ શબ્દો કલાવતીના મુખમાંથી નીકળતા હતા, તેવામાં જ શંખરાજા તેણુના મહેલ પાસેથી નીકળે, અને આ શબ્દો તેણે સાંભળ્યા. સાંભળતાં જ તે કલાવતી પર વહેમાય. તેની નજરમાં કલાવતી કુલટા લાગી. તેણે કલાવતીને ધૃષ્ઠતાપૂર્વક ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. મહેલમાં આવી રાજાએ બે ચંડાળાને બોલાવીને કહ્યું કે તમે હમણું જ રાણી કલાવતીને કાળાં વસ્ત્રો પહેરાવી, કાળા રથમાં બેસાડી જંગલમાં લઈ જાવ અને ત્યાં તેણીના બંને કાંડા બેરખાં સાથે કાપી મારી પાસે હાજર કરો. હુકમનો અમલ થઈ ગયે. કલાવતી માથે આવેલું સંકટ સહન કરવા હિંમતવાન બની અને પરમ પવિત્ર નવકારમંત્રનું સ્મરણ કરતી કાળાં વસ્ત્રો પહેરી રથમાં બેઠી. રથ અરણ્ય તરફ ચાલ્યો. મધ્ય જંગલમાં રથ ભાવવામાં આવ્યો. ચંડાળાએ કલાવતીને નીચે ઉતારીને કહ્યું –બહેન ! અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે મહારાજાનો હુકમ છે કે તમારા બંને કાંડા બેરખાં સાથે કાપી નાખીને મહારાજાને સ્વાધીન કરવા. કલાવતી આ સાંભળી કંપી ઉઠી. તેણે પોતાના ભાગ્યને દોષ આપતા કહ્યું –ભલે ભાઈઓ ! સ્વામીનું કુશળ હ ! ખુશીથી તેમની આજ્ઞા પ્રમાણે વર્તે, એમ કહી હિંમતપૂર્વક તેણુએ પિતાના બંને હાથ કાપી નાખવા માટે ચંડાળા સન્મુખ લંબાવ્યા; એટલે ચંડાળાએ તેના બે હાથ તરવારના એક એક ઝટકાથી કાપી નાખ્યા. કલાવતી બેશુદ્ધ બની જમીન પર ઢળી પડી. ચંડાળ કપાયેલાં કાંડાં લઈ રાજમહાલ્યને માર્ગે વળ્યા. ડીક વારે શુદ્ધિ આવ્યા બાદ કલાવતી પ્રભુ સ્મરણ કરતી એકાકી બેઠી છે, તેવામાં પાસે વહેતી સરીતા તરફ તેની દષ્ટિ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy