SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ગેવાળે તે પ્રમાણે કર્યું. એટલે વાછરડે શરીરમાં હૃષ્ટપૃષ્ટ થયો. તે દેખી કરડને ઘણે આનંદ થયો. સમય જતાં તે વાછરડે ઘરડો થશે. તેથી તે અશક્ત અને નિર્બળ બની ગયે. એકવાર કરકંડેએ ગેવાળને પૂછયું. પેલો વાછરડે ક્યાં ગયે ? ગોવાળે વૃદ્ધ અને અશક્ત થયેલા વાછરડે બતાવ્યો. તરત રાજા ચમક્યા. તેણે મન સાથે વિચાર કર્યો; અહે, વાછરડાની અંતે આ દશા ! શું ત્યારે જગતમાં જન્મેલા સૌ કોઈને આ સ્થિતિએ પહોંચવાનું ! ખરેખર જગ્યું તે જવાનું છે, ખીલ્યું તે અવશ્ય કરમાવાનું છે. ઉદય પામ્યું તે અસ્ત થવાનું છે. તો મારે શા માટે આત્મકલ્યાણ ન સાધવું. એમ આત્મભાવના ભાવતાં કરકપુને ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત તેણે સ્વયમેવ પંચમુષ્ટિ લેચ કર્યો અને દીક્ષા લીધી. સખ્ત તપ જપ સંવર કરી હૃદયની ઉચ્ચ ભાવનાને વિકસાવતાં તે કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. (પ્રત્યેક બુદ્ધ). ૫૭ કલાવતી. દેવશાળ નગરના વિજયસેન રાજાને શ્રીમતી નામની રાણીથી એક પુત્રી થઈ હતી. તેનું નામ કલાવતી. તેણુનું રૂપ અથાગ હતું. એકવાર એક ચિત્રકારે કલાવતીનું ચિત્ર આલેખીને મગધ દેશમાં આવેલા શંખપુર ગામના શંખ રાજાને તે બતાવ્યું. શંખરાજા તે સૌન્દર્ય મુધાની છબી જોઈને મોહવશ બન્યો; અને ચિત્રકારને તિને પરિચય પૂ. ચિત્રકારે તે કલાવતીના ચિત્રને પરિચય આપી, તે કન્યા અવિવાહિત હોવાનું જણાવ્યું, એટલે શંખરાજાને કલાવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. ત્યારે ચિત્રકારે કહ્યું મહારાજા. તે સુરૂપ કન્યાને એવો નિરધાર છે કે તેણીના પૂછેલા ચાર પ્રશ્નોનો જે કઈ જવાબ આપે, તેને જ તે કન્યા વરે. વળી રાજન, વિજયસેનની સભામાં આપના સર્વગુણ સંપન્નપણાની વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy