SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. એક કામધ્વજા નામની ગણિકા હતી. તે ઘણી ચતુર અને વિલક્ષણ હતી. ગાવામાં ઘણું પ્રવિણ, હાથીની ચાલે ચાલનારી, ચંદ્રમુખી, સુશોભિત અને ચિત્તાકર્ષક હતી. એક હજાર સોનામહેર તેને રાજા તરફથી મળતી, રથ પાલખી વગેરે રાજા તરફથી તેને બક્ષીસ આપવામાં આવ્યા હતા. અને સુખપૂર્વક તે દીવસ વ્યતીત કરતી હતી. ઉઝઝીયકુમાર આ વેશ્યાના પ્રેમમાં પડ્યો અને ભોગ ભોગવવા લાગ્યો. એકવાર રાજાની સ્ત્રીને ગુહ્ય સ્થાનમાં શળ રોગ ઉત્પન્ન થયો. તેથી રાજાએ આ ઉઝઝીયકુમારને કામધ્વજા ગણિકાના ઘરમાંથી કાઢી મૂક્યો. અને કામધ્વજાને પોતાના જનાનામાં રાખી. ગણિકાના ઘરમાંથી નીકળવાથી ઉઝઝયકુમાર મૂછ પામ્યો. કામધ્વજાના મેહમાં આસક્ત બનવાથી, તેમજ તેને કયાંઈ ચેન ન પડવાથી, તે હરાયા ઢેરની માફક રખડવા લાગ્યો અને કામધ્રજાને મળવાનો લાગ શોધવા લાગ્યો. એકવાર બરાબર લાગ જોઈને તે કામધ્વજાના ઘરમાં પેસી ગયો અને તેની સાથે ભોગ ભોગવવા લાગે. એટલામાં રાજા સ્નાન કરી, વસ્ત્રાલંકાર પહેરી કેટલાક માણસની સાથે તે કામધ્વજા ગણકાના આવાસમાં આવી પહોંચ્યો. ત્યાં કામધ્વજાની સાથે ઉઝિઝયકુમારને ભોગવિલાસ કરતે જે. રાજા ક્રોધે ભરાય. માણસે ભારફત તેને પકડાવ્યો અને ખુબ ભાર ભરાવ્યા. અને હુકમ કર્યો કે આના બધા અંગે બાંધીને ખૂબ માર મારો. તેના નાક કાન કાપી નાખો અને બને તેટલે તેના પર જુલમ ગુજારી ગામમાં ફેરવી શુળી પર ચઢાવો. આ હુકમ સાંભળી માણસે તે પ્રમાણે કરવા તત્પર થયા. પ્રથમ તેને હાથ પગમાં બેડી પહેરાવી, નાક કાન કાપી નાખ્યાં, ચેર જેવા કપડા પહેરાવ્યા, મોં કાળું કર્યું, શરીર પર ગેરૂ પડી, અને ગામમાં ફેરવવા લાગ્યા. રસ્તામાં તેને ખૂબ માર મારતાં, તેના શરીરના ઝીણા ઝીણા કકડા કરી તેને ખવરાવતાં ખવરાવતાં, ત્રાસ પમાડતાં પમાડતાં ગામ વચ્ચેથી લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy