________________
જતા હતા. ઉઝઝીયકુમાર ત્રાસ ત્રાસ પોકારી રહ્યો હતો અને કર્મને બદલે ભોગવતે હતે.
તે સમયે પ્રભુ મહાવીર તેજ નગરના ઉદ્યાનમાં બીરાજતા હતા. શ્રી ગૌતમ પ્રભુની આજ્ઞા લઈ ગૌચરી અર્થે નીકળ્યા હતા. રસ્તામાં તેમણે આ દ્રશ્ય જોયું. ગૌતમે વિચાર્યું કે પૂર્વ ભવના ખરાબ આચરણથી તે આવી દુઃખદ દશાને પામ્યો હશે. ત્યાંથી ગૌતમ શ્રી પ્રભુ પાસે આવ્યા. રસ્તામાં જોયેલ દ્રશ્યની વાત કરી. પ્રભુએ ઉઝઝીયકુભારને ઉપર કહ્યો તે પૂર્વભવ વર્ણવ્યો. શ્રી ગૌતમે પૂછ્યું, હે પ્રભુ! હવે ઉઝઝીયકુમારનું શું થશે? અને મરીને તે કયાં જશે? પ્રભુએ ‘ઉત્તર આપ્યો. હે ગૌતમ, આ ઉઝઝીયકુમાર હવે ત્રણજ પહોરનું આયુષ્ય ભેગવીને, શુળી પર ચઢીને મરણ પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી ચવી તે અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. છેવટે એક શેઠને ત્યાં સાધુ મહાત્માની પાસેથી ધર્મ સાંભળી દીક્ષા લેશે. ત્યાં આયુષ્ય પુર્ણ કરી પહેલા દેવલોકમાં જશે. અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ સર્વ દુઃખને અંત કરશે.
૪૩ ઉદાયન રાજા.
સિંધુ (સૌવીર) દેશના વિતભય નગરને તે મહારાજા હતા. મહાસન વગેરે દશ મુકુટબંધ રાજાઓ તેની આજ્ઞામાં રહેતા. એ સોળ દેશને સ્વામી ગણાતો. તેને પ્રભાવતી નામક રાણી હતી. એકવાર ઉદાયન રાજાને, સુવર્ણગુલિકા નામક દાસીને કારણે ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ કરવાની ફરજ પડી હતી, તેમાં ચંપ્રદ્યોતને પરાજય થયો. તેને પકડીને સ્વદેશમાં પાછા ફરતા રસ્તામાં ચોમાસુ શરૂ થવાથી, ઉદાયન રાજાને પડાવ નાખીને એક સ્થળે રોકાવું પડયું. ઉદાયન રાજા જૈનધર્મી અને પ્રભુ
મહાવીરને પરમભક્ત હતો. તેથી તેણે મહા પર્વ સંવત્સરીને દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com