SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ધી, માતાપિતા અને વિપૂલ સંપત્તિને છેાડી શહેરે શહેર ભટકું ટ્યું; અને ભીખના ટુકડાથી જીવન નિર્વાહ ચલાવું છું, હું કોણ ? મારૂં સ્વરુપ શું છે ? એ વિચારતાં જ તેને પૂર્વ સ્મરણ થયું અને અનિત્યભાવમાં પ્રવેશતાં કૈવલ્યજ્ઞાન થયું. દેવાએ તેને મુનિવેશ આપ્યા. નીચે ઉતરી તેણે પ્રજાજનાને ખાધ આપ્યા. જે વડે નટ કન્યા પણ વૈરાગ્ય પામી. રાજાને પણ ‘નટના મૃત્યુ ચિંત્વન ' માટે પશ્ચાત્તાપ થયે, અને એ રીતે ( ગ્રંથાધારે )ઈલાચીકુમાર, નટકન્યા અને રાજાને કૈવલ્યજ્ઞાન થયુ. અને તે મેક્ષમાં ગયા. ૪૦ ઉગ્રસેન રાજા. કંસના પિતા ઉગ્રસેન, એ ભાજવિષ્ણુના પુત્ર હતા. પિતાની પછી પોતે ગાદી પર બેઠા હતા. તેમને ધારિણી નામની સ્ત્રી હતી. એકવાર ઉગ્રસેન રાજાએ કાઈ એક તાપસને પેાતાને ત્યાં જમવા માટે પારણાનું નેતરૂ આપ્યું, પરન્તુ તે વિસ્તૃત થવાથી તાપસને જમાડવા નહિ. આ પ્રમાણે ત્રણ વખત તેણે તાપસને જમવાનું નેતરૂં આપ્યુ, પરન્તુ બધીયે વખત તે તેને તેડવાનું વીસરી જ ગયેા. આથી તાપસને ઘણા પશ્ચાત્તાપ થયા, તેણે પોતાનું ભયંકર અપમાન થયેલું માન્યું તે તે અપમાનને બદલે લેવાનો નિર્ણય (નિયાણું) કરતાં તે તાપસ મૃત્યુ પામીને તેજ ઉગ્રસેનની પત્ની ધારિણીની કુક્ષિએ પુત્રપણે અવતર્યાં. ગર્ભધારણના સમય દરમ્યાન રાણીને ખરાબ દોહદ ઉત્પન્ન થવાથી તેણીયે માન્યું કે કોઈ પાપી જીવ પેાતાના ઉદરમાં ઉત્પન્ન થયા છે; આથી તેણીએ પ્રસવેલા તે કુંવરને જન્મતા વેંતજ, એક કાંસાની પેટીમાં ધાલ્યા અને તે પેટી યમુના નદીમાં તરતી મૂકી. બીજી તરફ રાજાને કહેવડાવ્યુ` કે કુંવર જન્મીને તરત જ મૃત્યુ પામ્યા છે. આ પેટી તરતાં તરતાં એક વણિકના હાથમાં આવી. તેણે ઘેર લઈ જઈ ને તે પેટી ઉધાડી, તેા તેમાંથી તરતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy