SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઈલાચી વેરે પરણાવવાનું કહ્યું. ત્યારે નટે જવાબ આપ્યો કે જે તમારો પુત્ર અમારી સાથે રહી નટવિદ્યામાં પ્રવિણ બની રાજાને રીઝવે તે હું મારી કન્યા એને પરણાવું. આ વાત સાંભળી ઈલાચી પુત્ર પ્રથમ તો સંકેચાયો, પરંતુ મેહની પ્રબળ જાળ પાસે તેનું કાંઈ ચાલ્યું નહિ. નટની ઈચ્છાને તે તાબે થે, અને મકાન, ધન વગેરે બધું છેડી ઈલાચી નટલેકે સાથે ભળી ગયે. થોડા વખતમાં તે ટવિદ્યામાં ખૂબ પારંગત બન્યો. ફરતા ફરતા તે નેટ લેકેની સાથે કઈ એક મોટા શહેરમાં આવ્યો. કુશળ નટની ખ્યાતિથી ત્યાંના રાજાએ રાજગાનમાં નટને ઉતારી રમત શરૂ કરાવી. હજારો પ્રજાજનો જોવા આવ્યા. તે વખતે નટ કન્યાનું સુંદર રૂપ જોઈ રાજા તેના પર મેહાંધ થયો. બીજી તરફ ઈલાચી વાંસડા પર ચડી દેરી પર વિધવિધ જાતના ખેલ કરવા લાગ્યો. લોકેએ હર્ષના ઉ– ગાર કાઢ્યા, ઈલાચીએ નીચે આવી રાજાને સલામ કરી, પણ રાજા મૌન રહ્યો. તેણે નટને ઈનામ ન આપ્યું. કાંઈક ખામી હશે એમ ધારી પુનઃ ઈલાચી દેરી પર ચડી નાટક ભજવવા લાગે અને સુંદર દશ્ય બતાવ્યા. પ્રજાએ વાહવાહ પિકારી. નટે નીચે ઉતરી ફરી રાજાને સલામ કરી, પણ રાજાએ બીજી વખત પણ દાન ન આપ્યું. તેની નજર તો એ નટીપરજ હતી. ત્રીજીવાર ઈલાચી વાંસ પર ચડ્યો અને ઈનામ મેળવવાની લાલચે જીવ સટોસટના ખેલે કરવા લાગ્યો. ખેલ કરતાં તેની નજર એક દૂરના મહેલમાં પડી. તે વખતે એક નવયૌવના–વસ્ત્રાલંકારથી સુશોભિત સ્વરૂપવાન સ્ત્રી એક મુનિને લાડુ વહેરાવતી હતી, નિસ્કૃતિ મુનિ નીચી દષ્ટિએ “પિતાને જરૂર નથી” એમ કહી લાડુ લેવાની ના પાડતા. એકાંત છતાં બ્રહ્મચર્ય અને સંયમનું આવું ઉત્કૃષ્ટ દશ્ય દેખી ઈલાચી મુંઝાયો, તેને પોતાની સ્થિતિ, નીચ કન્યાને પ્રેમ ઈત્યાદિનું ભાન થયું, ઈલાચી પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે અહે, ક્યાં આ મહાત્મા, અને ક્યાં હું વિષયમાં લુબ્ધ પામર કીડે ! એક સ્ત્રીને ખાતર હું નાત, જાત, સગાં સંબંShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy