SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ અદાપિ ગૌતમ રોકી શક્યા નહિ. એકવાર છેલ્લું માસુ ભગવાને પાવાપુરીમાં કર્યું, ત્યારે અંતસમયે ભગવાન શ્રી ગૌતમને પિતાના પરનો રાગ દૂર થઈ કૈવલ્યજ્ઞાન પ્રગટે તે માટે દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ આપવા અર્થે મોકલ્યા. તે વખતે એટલે કાર્તિક વદિ ૦)) (ગુજરાતી આશે વદિ )) ) ના દિવસે પાછલી રાત્રે ભગવાન નિર્વાણ (મોક્ષ) પામ્યા. પ્રભુને નિર્વાણ મહોત્સવ ઉજવવા આવતા દેવને દેખીને શ્રી ગૌતમે આ વાત જાણું ત્યારે તરતજ તેઓ મૂછ પામ્યા. મૂછ વળ્યા પછી પ્રભુના વિરહ માટે શ્રી ગૌતમ ગણધર વિલાપ કરવા લાગ્યા. “વીર, વીર' શબ્દનો ઉચ્ચાર કરતા તેમને આત્મતત્ત્વ-વીતરાગદશાનું અપૂર્વ ભાન થયું અને તેઓ ક્ષપક શ્રેણિમાં પ્રવેશ્યા કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન પ્રગટયું અને તેઓ મેક્ષમાં ગયા. શ્રી ગૌતમે પ૧મા વર્ષે દીક્ષા લીધી હતી. ૮૧ મા વર્ષના પ્રારંભે તેમને કૈવલ્યજ્ઞાન થયું હતું. ૧૨ વર્ષ કૈવલ્ય પ્રવજ્યમાં વિચરી અનેક જીવોનો ઉદ્ધાર કરી ૯ર વર્ષની ઉંમરે તેઓ મેક્ષ પધાર્યા હતા. ૩૯ લિાચીકુમાર. ઈલાવર્ધન શહેરમાં એક ધનદત્ત નામના શેઠને તે પુત્ર હતે. એકવાર કેટલાક નટ લેકે તે શહેરમાં રમવા આવ્યા અને ધનદત્ત શેઠની હવેલી પાસે વાંસડાઓ ઉભા કરી રમત શરૂ કરી. આ નટલોકોને એક સુસ્વરૂપવાન કન્યા હતી. ઝરૂખામાં બેઠા બેઠા રમત નિહાળતાં આ કન્યા પર ઈલાચીકુમારની દૃષ્ટિ પડતાં જ તે તેના પર મેહિત બન્યું અને તે નટકન્યા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. આ વાત તરત જ તેણે પિતાના પિતાને કહી, અને અઢળક ધનના ભોગે પણ તે ન્ટકન્યા પિતાની સાથે પરણાવવાનો આગ્રહ કર્યો. ધનદત્ત શેઠે ઈલાચીને તેમ ન કરવા, અને પિતાની જ્ઞાતિની રૂપસુંદર કન્યા લાવી આપવા ઘણું સમજાવ્યું, પણ ઈલાચી એકને બે ન થયું. ત્યારે તેના પિતાએ આ વાત નટને કરી, તેની કન્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy