SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં બ્રાહ્મણોએ જાણ્યું કે જે તે સર્વજ્ઞ મહાવીર નામના એક શ્રમણ આવ્યા છે ત્યાં ગયા. આથી ગૌતમ-ઈદ્રભૂતિ અભિમાન પૂર્વક બોલી ઉઠયા કે હું એક જ સર્વજ્ઞ છું. મહાવીર તે સર્વ પણાનો દાવો કરનાર ઈદ્રજાળીઓ છે, અને તેથી જ તેણે યજ્ઞમાં આવનાર દેવને ભ્રમમાં નાખી પિતાની તરફ ખેંચ્યા છે. એમ વિચારી તે ગૌતમ પિતાની સાથે ૫૦૦ શિષ્ય લઈ ભ. મહાવીર પાસે આવ્યા. ત્યાં સમવસરણની સુંદર રચના જોતાં જ તે મૂઢ બની ગયા. શરમને લીધે તે પાછા ફર્યા નહિ. પણ મનમાં વિચાર્યું કે મારા મનમાં હજુયે ઘણા સંશો છે, જે સર્વપણાને દા કરનાર મહાવીર મારા સંશય ટાળે તે હું તેને સર્વજ્ઞ તરીકે સ્વીકારું. મન પર્યાવજ્ઞાન વડે પ્રભુ મહાવીરે ગૌતમના વિચાર જાણી લીધા અને કહ્યું –ગૌતમ! વેદમાં ત્રણ “દકાર છે તેને તને ઘણું વખતથી સંશય છે તે સાંભળ, હું તેનું સમાધાન કરું છું. તે ત્રણ “દ'કારના નામ –દાન, દયા અને દમ છે. આ ઉપરાંત “જીવ છે કે નહિ” એ બાબતની ઈદ્રભૂતિની શંકાનું પ્રભુએ નિવારણ કર્યું. આથી ઈદ્રભૂતિને સંશય દૂર થયો અને ત્યાં જ તેણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. અને ત્રિપદી–ઉખેવા, વિવિા, ધ્રુવેવાથી ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું. પોતાના જ્ઞાનબળ વડે તેઓ સર્વ સાધુએમાં મુખ્ય ગણધર થયા. લબ્ધિવંત અને સૂત્રાર્થના પારગામી બન્યા. તેઓ હંમેશાં ભગવાનની પાસે રહેતા અને છઠ છઠના પારણુ કરતા. પિતાને સંશય પડે કે ન પડે, તે પણ તેઓ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી જ્ઞાન મેળવતા. એક ભગવતી સૂત્રમાં જ તેમણે છત્રીસ હજાર પ્રશ્નો ભગવાનને પૂછયા છે. ભગવાન મહાવીરદેવ પર તેમને અતીશય મેહ હતા, અને તે કારણથી જ તેમના પછી દીક્ષિત થયેલા અનેક મુનિઓ કૈવલ્યજ્ઞાન પામેલા, પરંતુ શ્રી ગૌતમને કેવલ્યજ્ઞાન હેતું થતું. આ મોહ છોડી દેવા ભગવાન ઘણીવાર શ્રી ગૌતમને કહેતા, પણ ઉદયમાન પ્રકૃતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy