SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ પોતાના ભંડારમાં લઈ લીધું. આ વાત કમળાવતી રાણીના જાણવામાં આવી એટલે તેણે રાજાને કહ્યું કે – પ્રથમ દાનમાં આપેલું ધન આપણાથી પાછું ન લેવાય. જે ઓકેલું ધાન્ય ફરી ખાઈ શકાતું હોય તે જ દાનમાં આપેલું ધન પાછું લેવાય. ધન એ તો કલેશ, ચિંતા, અને ભયનું કારણ છે. તે આપણને રોગ, જન્મ અને જરાથી મુકાવનાર નથી, માટે ધનને મોહ છોડી ધર્મ માર્ગમાં પ્રવર્તવું એ જ આપણી ફરજ છે. એ પ્રમાણે અનેક બેધવચને કહી કમળાવતીએ રાજાને બુઝવ્યા અને પછી બંને જણાએ ચારિત્ર અંગીકાર કર્યું. તીર્થકર માર્ગની વિશુદ્ધ આરાધના કરતાં ઈકાર રાજા મોક્ષ પામ્યા. ૩૮ ઈદ્રિભૂતિ ઉર્ફે ગૌતમ. ગબર નામના ગામમાં ગૌતમગાત્રી વસુભૂતિ નામે બ્રાહ્મણ હતો. તેને પૃથ્વી નામની સ્ત્રી હતી. તેમને ઈદ્રભૂતિ નામે પૂત્ર હતો. તે ચારે વેદ, ચૌદ વિદ્યા, આદિ છે શાસ્ત્રમાં પ્રવિણ હતો. ઈંદ્રભૂતિ પિતાના ગૌતમ નામના ગાત્ર પરથી “ગૌતમ” તરીકે પણ ઓળખાતા. બ્રાહ્મણ સમાજમાં તેમનું સારું માન હતું. એકવાર રાજગૃહિ નગરીમાં બાહુલ નામના બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો. તેના આમંત્રણથી ગૌતમ વગેરે મેટા મોટા ૧૧ બ્રાહ્મણ આચાર્યો પિતાના વિશાળ પરિવાર સાથે યજ્ઞમંડપમાં આવ્યા. તે સિવાય પણ બીજા ઘણા બ્રાહ્મણ હતા. એજ વખતે ભ૦ મહાવીર દેવ રાજગૃહિ નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા હતા. ત્યાં દેવતાઓએ સમવસરણની રચના કરી. રચના કરવા માટે દેવના યુથ યજ્ઞમંડપ પાસે થઈને નીકળ્યા. તે વખતે બ્રાહ્મણો ખૂશ થઈને વિચારવા લાગ્યા કે, આપણો યજ્ઞમંડપ જેવા માટે દેવો આવે છે, પણ થોડી જ વારમાં દે ત્યાંથી પસાર થઈને ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા. તપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy