SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી તે સારું સારું વહારી લાવી તેને ખવડાવતા. કેટલાક દિવસો પછી પિતાના કાળધર્મ પામવાથી ગૌચરીને બે અરણિક પર આવી પડયો. તેઓ ગોચરી નીકળ્યા; પરન્તુ અત્યંત તાપને લીધે થાકીને એક વિશાળ હવેલી નીચે બેઠા. તે હવેલીમાં રહેતી એક પતિવિરહિની એ તેમને જોયા અને દાસી દ્વારા પિતાના આવાસમાં બેલાવ્યા. તે ખુબસુરત સ્ત્રીએ અનેક પ્રકારના ખાનપાન, હાવભાવથી મુનિને મેહિત બનાવી ચારિત્ર ભ્રષ્ટ કર્યા. મુનિ પ્રલેશનમાં આસક્ત બની તે સ્ત્રીને ત્યાં જ રહ્યા. બીજી તરફ તેની માતા સાધ્વી અરણિકને ન દેખવાથી સૂરણું કરવા લાગી. ૩ દિવસ સુધી અરણિકને પત્તો ન લાગવાથી તે ગાંડા જેવી બની ગઈ, અને શહેરમાં “અરેણિક, અરણિક” નામના પકાર કરતી અહિં તહિં ભટકવા લાગી, પણ કોઈએ અરેણિકના સમાચાર આપ્યા નહિ. એક વખતે તે સાધ્વી આકંદ કરતી, અરણિકના નિવાસ સ્થાન સમીપ આવી પહોંચી. બારીમાંથી નીચે દૃષ્ટિ કરતાં અરણિકે પિતાની માતા સાધ્વીને ભયબ્રાન્ત દશામાં જઈ, જોતાં જ તે મહેલમાંથી નીચે ઉતર્યો અને હું અરણિક આ રહ્યો, કહી માતા સાધ્વીના પગમાં પડે છે. સાધ્વીના આનંદનો પાર ન રહ્યો. તેણીએ ચારિત્રબ્રન્ટ ન થવા અરણિકને ખૂબ સમજાવ્યું. માતાના પ્રેમને વશ થઈ અરણિકે તે વિલાસસ્થાનને ત્યાગ કર્યો અને પુનઃ દીક્ષા લીધી. સંયમ તપની આરાધના કરતાં અંત સમયે તેમણે ધગધગતી રેતીમાં અનશન કર્યું. ઉગ્ર તપશ્ચર્યા અને પ્રચંડ પશ્ચાતાપના પ્રભાવે અરણિક મુનિ સર્વ કર્મને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા. ૨૫ અરનાથ હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજાની મહાદેવીરાણીની કુખે નવમા યથી ચીને ફાગણ શુદિ ત્રીજને દિવસે તેઓ ઉત્પન્ન થયા. માતાએ ચંદ સ્વપ્ન નિહાળ્યાં. ગર્ભકાળ પૂરે થયે માગશર શુદિ ૧૦ મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy