SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પ્રભુને ઉપદ્રવ કરે છે, આથી શીઘ તે ત્યાં આવ્યો. પ્રભુને વંદન કરીને તે ધરણેન્દ્ર દેવે પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું એક સુવર્ણ કમળ બનાવ્યું. અને પોતાના સર્પવત શરીરથી પ્રભુની પીઠ તથા પડખાને ઢાંકી દઈ સાત ફણા વડે પ્રભુના માથે છત્ર ધર્યું. પાસે ધરણેન્દ્રની સ્ત્રીઓ ગીત નૃત્ય કરવા લાગી. ત્યારબાદ તે દેવે મેઘમાળીને ઠપકો આપ્યો. મેઘમાળીએ પિતાની ભૂલ કબુલીને ઉપસર્ગને હરી લીધો. અપકારી ઉપર ઉપકાર કરીને અનેક જીવને તેઓના પૂર્વ ભવો કહી સંભળાવીને પ્રભુએ તાર્યા અને પોતે કર્મદળને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા. દીક્ષા લીધા પછી ૮૪ દિવસે પ્રભુને ચિત્ર વદિ ૧૪ ના રોજ કવલજ્ઞાન થયું. તેમને આર્યદત્ત વગેરે ૧૦ ગણધર થયા. પાર્શ્વપ્રભુના શાસન પરિવારમાં ૧૬૦૦૦ સાધુઓ, ૩૮૦૦૦ સાધ્વીઓ, ૧ લાખ ૬૪ હજાર શ્રાવકે અને ૩ લાખ ૭૭ હજાર શ્રાવિકાઓ હતાં. ૭૦ વર્ષનું ચારિત્ર પાળી, એકંદર ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુ શ્રાવણ શુદિ આઠમે મોક્ષ પધાર્યા. પાર્શ્વપ્રભુના માતા, પિતા અને સ્ત્રી પ્રભાવતીએ પણ દીક્ષા લીધી હતી, અને તેઓ પણ મેક્ષમાં ગયા. ૧૫૯ પ્રિયદર્શના. તે પ્રભુ મહાવીરની પુત્રી હતી. તેને જમાલી વેરે પરણાવવામાં આવી હતી. પ્રિયદર્શનાએ પ્રભુના ઉપદેશથી પિતાના સ્વામી સાથે એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી હતી, અને તેઓ ચંદનબાળા સાથે વિચરતા હતા. એકદા જમાલીની શ્રદ્ધા ફરી. તે માનવા લાગ્યો કે “કાર્ય કરવા માંડ્યું ત્યાંથી કર્યું કહેવાય નહિ” પ્રિયદર્શના પણ તેમના પૂર્વ પતિના આ મતમાં ભળી ગયા. ફરતા ફરતા તેઓ શ્રાવસ્તિ નગરીમાં ઢંક નામના કુંભારની શાળામાં ઉતર્યા. ઢેક વીરપ્રભુનો ભક્ત હતા. તેણે પ્રિયદર્શનાને ઠેકાણે લાવવા તે ન જાણે તેમ તેમના પર એક અગ્નિને તણખો નાખ્યો, આથી પ્રિયદર્શના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy