________________
૨૨૫
કરે છે, પણ તેમાં જીવની હિંસા થાય છે, એને આપને ખ્યાલ છે? એમ કહી પાર્થકુમારે પિતાના સેવક પાસે સર્પવાળું પેલું લાકડું
કેના દેખતાં બહાર કઢાવ્યું અને ધીરેથી તે ચીરાવ્યું, તો અર્ધ દાઝેલો એવો એક સર્પ તેમાંથી નીકળ્યો. પાર્શ્વકુમારે તેને નવકારમંત્ર સંભળાવ્યો, જેને પ્રભાવે તે સર્પ સદ્ભાવનાએ મૃત્યુ પામીને ધરણેન્દ્ર નામે દેવ થયે. લોકેએ ત્યાં તાપસની નિંદા કરી. હડધુત થયેલા તાપસે અન્ય સ્થળે જઈને ઘોર તપશ્ચર્યા કરવા માંડી. યથા સમયે તે મૃત્યુ પામીને અજ્ઞાન કષ્ટ સહનને કારણે ભુવનપતિ દેવલોકમાં મેઘમાળી નામનો દેવ થયો.
- પાર્શ્વકુમાર ઘેર આવ્યા. પોતાને ભોગાવલી કર્મ પુરું થયું જાણી તેમણે દીક્ષા લેવાને વિચાર કર્યો. તે વખતે અવસર જાણ લોકાંતિક દેવોએ આવી તેમને પ્રાર્થના કરી કે હે સ્વામી, તીર્થ પ્રવર્તા. જેના માર્ગને ઉદ્ધાર કરે. આથી પાર્શ્વનાથે વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ દીક્ષિત બની ચાલી નીકળ્યા. તેમની સાથે બીજા ૩૦૦ રાજાઓએ પણ દીક્ષા લીધી. પાર્થપ્રભુએ ૩૦ વર્ષ પૂરા થતાં સંયમ ગ્રહણ કર્યો. તે જ વખતે તેમને મનઃ પર્યાવજ્ઞાન પ્રાપ્ત થયું.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પાર્શ્વપ્રભુ એકવાર એક તાપસના આશ્રમ પાસે આવ્યા અને ત્યાં કાર્યોત્સર્ગ ધ્યાને ઉભા. આ વખતે પેલા મેઘમાળી દેવે પ્રભુને ધ્યાનમાં ઉભેલા જોયા. તરત જ તેને પિતાનું પૂર્વ ભવનું વેર યાદ આવ્યું, એટલે તેણે ભગવાનને ઉપસર્ગ આપવા માટે હાથીઓ તથા સિહ વગેરેના અનેક રૂપ ધરી ઉપદ્રવ કરવા લાગે. પણ ભગવાન પોતાના ધ્યાનથી લેશ પણ ચલિત ન થયા. એટલે તેણે આકાશમાં વિજળીઓ તથા ગર્જનાઓ સાથે મુશળધાર મેઘની વૃષ્ટિ કરી. જોતજોતામાં મેઘના અખ્ખલિત પ્રવાહે પ્રભુના કાન સુધી પાણી આવી ગયું; છતાં પ્રભુ ડગ્યા નહિ. જ્યારે તે પાણી નાકના અગ્રભાગ ઉપર પહોંચ્યું, ત્યારે ધરણેન્દ્ર દેવનું આસન ચળ્યું. તેણે અવધિજ્ઞાનથી જોતાં જાણ્યું કે કમઠ તાપસને જીવ મેઘમાળી
૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com