SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા ગયા. Wવીર મહાત્માએ ધર્મબંધ આપે. બધા વૈરાગ્ય પામ્યા અને પાંડુસેન પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. દ્રૌપદી ૧૧ અંગ ભણી, ઘણા વર્ષ સંયમ પાળી એક માસને સંથારે કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષ જશે. ન્યાય-નિયાણું એ બુરી વસ્તુ છે, મહાન તપ કરવા છતાં તેનાથી મુક્ત થઈ શકતું નથી. જેમ દ્રોપદીએ સુકુમારીકાના ભાવમાં નિયાણું કર્યું તેમ, અપ્રિય વસ્તુનું દાન સુપાત્રને આપવું તે મહાન અનર્થ છે, જેવી રીતે નાગશ્રીએ કડવી તુંબીનું દાન ધર્મરૂપી અણગારને આપ્યું તેમ. ૧૩૧ ધન્યકુમાર (ધને). પ્રતિષ્ઠાનપુર (ણિપુર) નગરમાં ધનસાર નામે શેઠ હતા. તેને ચાર દીકરા હતા. ૧ ધનદત્ત, ૨ ધનદેવ, ૩ ધનચંદ્ર ૪ ધન્યકુમાર ઉર્ફે ધને. બન્ને સૌથી નહાને, પણ બુદ્ધિમાં, ગુણમાં, રૂપમાં સર્વથી અધિક હતે. ધન્નાના જન્મવાથી ધનસારના ધનમાં ખૂબ વૃદ્ધિ થયેલી, તેથી શેઠ તેના પર બીજા કરતાં વિશેષ પ્રેમ રાખતા, આથી તેના બીજા ભાઈઓ ધન્નાની અદેખાઈ કરવા લાગ્યા. ધનસારે તેની અદેખાઈ ન કરવા ત્રણે પુત્રને ઘણું સમજાવ્યા. પણ તેઓ માન્યા નહિ. તેના બાપે દરેકના ભાગ્યની પરીક્ષા કરવા કેટલુંક ધન આપ્યું, પરંતુ ધના સિવાય બીજાઓએ પોતાનું ધન ગૂમાવ્યું, જ્યારે ધન્નાએ પિતાની તીવ્રબુદ્ધિ વડે ઘણું ધન પ્રાપ્ત કર્યું. આથી ભાઈઓની ઈર્ષ વધો. તેમણે ધનાને મારી નાખવાને વિચાર કર્યો. આ વાત ધનાના જાણવામાં આવ્યાથી તે છાનામાનો નાસી ગયો. ફરતા ફરતે તે ઉજજયિનીમાં આવ્યો. ત્યાં પિતાના પરાક્રમથી તે રાજ્યને પ્રધાન થયા. સમય જતાં ધનસાર શેઠની સઘળી સંપત્તિ નાશ પામી. તે ભિખારી બની ગયે; તેથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy