SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ પિતાના પુત્ર, પુત્રવધુઓ વગેરેને લઈ મજુરી કરવા માટે દેશાવર જવા નીકળ્યા. ફરતા ફરતા સઘળાં ઉજજયિનીમાં આવ્યા, અને ત્યાં મજુરી કરવા લાગ્યા. એકવાર ધનકુમારે તેમને ઓળખ્યા. માતાપિતા તથા ભાઈઓની આવી દુર્દશા થએલી જોઈ તે ખેદ પામ્યો. તેણે સઘળાઓને પિતાના મહેલમાં રાખ્યા. અહિં પણ ધનાના ભાઈઓ તેની અદેખાઈ કરવા લાગ્યા. તેઓએ ધન્નાની મુડીમાં ભાગ માગ્યો. ક્લેશના ભયે ધનાએ સઘળી સંપત્તિ તેમને સ્વાધીન કરી દીધી અને પોતે પરદેશ જવા નીકળ્યો. ગંગા નદીના કિનારા પર આવતાં ગંગાદેવીએ તેના સત્યની પરીક્ષા કરવા માટે પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, પરંતુ ધન્યકુમાર પોતાની ટેકમાં વિચલિત ન થયો. આથી પ્રસન્ન થઈને ગંગાદેવીએ તેને ચિંતામણી રત્ન આપ્યું. તે લઈ તે રાજગૃહ નગરમાં આવ્યો, ત્યાં કુસુમપાળ નામક શેઠના બગીચામાં તેણે વિશ્રાન્તિ લીધી. ધન્નાના પગલાથી સૂકાઈ ગયેલો બગીચે નવપલ્લવિત થયો. બાગરક્ષકે શેઠને આ ખબર આપ્યા. શેઠે ધન્નાને પિતાને ત્યાં તેડી જઈ, ભાગ્યશાળી માની તેને કુસુમથી નામની પિતાની પુત્રી પરણાવી. ધન્નો અહિં સુખ ભોગવવા લાગે. એ અરસામાં શ્રેણિક મહારાજાને હાથી મસ્તીએ ચડ્યો અને બંધન તેડાવી ના; તેને ધનાએ વશ કર્યો. (આ વખતે અભયકુમાર ઉજજયિનીમાં કેદ હતો, તેથી શ્રેણિક રાજાએ પોતાની સામગ્રી નામક પુત્રી હેને પરણાવી. તે રાજગૃહમાં શાલિભદ્રના પિતા ગભદ્ર શેઠ રહેતા હતા. તેને એક કાણે ઠગ ઠગવા આવેલે, તેનાથી ધનાએ શેઠને બચાવ્યા, તેથી ગભકશેઠે ધનાને પોતાની પુત્રી સુભદ્રા પર ણાવી. ધન્યકુમાર મનુષ્ય સંબંધીના સુખ ભોગવતે સુખેથી દિવસો પસાર કરવા લાગ્યો. પરંતુ હજુયે તેને માટે શાંતિથી બેસવાનું ન હતું. ઉજજયિનીમાં રહેલા તેના ભાઈ થડા જ વખતમાં બધી ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy