SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અદ્દભુત જ્ઞાનશક્તિથી શુક પ્રતિબંધ પામ્યો અને તેણે પિતાના હજાર પરિવ્રાજક સહિત થાવચ્ચપુત્ર પાસે જનમતની દીક્ષા લીધી. થાવપુત્ર ઘણુજીને પ્રતિબંધ પમાડી, ઘણું વર્ષ સંયમ પાળી, ઉગ્ર તપશ્ચર્યા કરી, પાપગમ સંથારો કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને સર્વ દુઃખોથી રહિત બની સિદ્ધગતિને વર્યા. શુક અણગાર એકદા વિહાર કરતા કરતા શેલગપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. પરિષદ વાંદવા આવી. શેલગ નગરીને રાજા શેલગ પણ દર્શન કરવા આવ્યો. શુક અણગારે ધર્મોપદેશ આપ્યો. રાજા બુઝ. અને પિતાના પાંચસો મંત્રિઓ સાથે તેણે દીક્ષા લીધી. શુકઅણગાર શલગ રાજર્ષિને પાંચસો મંત્રિસાધુઓ શિષ્યપણે સોંપી પિતે એક હજાર શિષ્યો સાથે વિહાર કરતાં પુંડરિક પર્વત પર સિદ્ધ થયા. એક વખત શેલગ રાજર્ષિને લુખે, સુકે, અનિયમિત આહાર જમવાથી તેમના કોમળ શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર નિર્બળ બની ગયું. ફરતાં ફરતાં તેઓ પોતાના શેલગપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા આવી. તેમાં તેમનો પુત્ર મંડૂક પણ આવ્યો. રાજર્ષિનું રોગિષ્ટ અને વ્યાધિમય શરીર જોઈને પુત્રે કહ્યું –આપ મારી દાનશાળામાં પધારે, હું આપના આચારને યોગ્ય દવા વગેરેથી ચિકિત્સા કરાવીશ. આપ નિર્દોષ શયા સંથારો વગેરે લઈ લ્યો; શેલગ ઋષિએ કબુલ કર્યું, અને તેઓ પોતાના શિષ્ય સાથે શહેરમાં ગયા. તેમના પુત્ર વૈદ વગેરેને બોલાવી ઉપચાર કરાવ્યા. પરિણામે શેલગ રાજર્ષિને રેગ શાંત થયો. રોગ શાંત થવાથી તે વિપુલ અન્ન, પાણી તથા સ્વાદિષ્ટ આહારમાં લુબ્ધ થઈ ક્રિયા રહિત શિથિલાચારે વિચારવા લાગ્યા. અને પ્રાસુક પીઢ વગેરે જે કંઈ લાવેલ તે પાછા આપ્યા નહિ. તેથી પંથક સિવાયના તેમના ૪૯૯ શિષ્ય તેમને છોડીને ચાલ્યા ગયા. એક વખત શિથિલાચારી શેલગ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy