SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ કંડકાલિક કપીલપુરનગરમાં કુંડલિક નામે ગાથાપતિ હતા. તેને પૂષા નામે સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિ પણ ઘણી જ હતી. પ્રભુ મહાવીરને ઉપદેશ સાંભળી તે પણ કામદેવની માફક શ્રાવક થયા અને પવિત્ર જીવન ગાળવા લાગ્યા. એકવાર મધ્યાહકાળે પિતાની નામાંકિત મુદ્રિકા (વીટી) ઉતારીને, પ્રભુ મહાવીર પાસેથી લીધેલાં વ્રતનું શાંતચિત્તે સ્મરણ કરતા હતા, તેવામાં એક દેવ તેમની પાસે આવ્યો અને કહ્યું: હે શ્રાવક, શાળાને ધર્મ સાચે છે, અને મહાવીરને ધર્મ છેટે છે. કેમકે ગોશાળ કહે છે કે જે થવાનું હોય તેજ થાય છે, અને મહાવીર કહે છે કે ઉદ્યમ કરવાથી થાય છે. તે ગોશાળાનું કથન સત્ય છે; માટે મહાવીર પાસેથી લીધેલું વ્રત છોડી દે, નાહક તપ જપ કરી શા માટે આત્માને શોષે છે! ત્યારે કંડકોલિકે કહ્યું: ધર્મ તે પ્રભુ મહાવીરને જ સત્ય છે; હે દેવ, તું અહિંજ જે કે તું દેવની જે રિદ્ધિસિદ્ધિ પામ્યો, તે શાના પ્રતાપે? તે ઉદ્યમ ન કર્યો હોત તો તને તેમાંનું કશું ન મળત. માટે પ્રભુનો જ પ્રરૂપેલો ધર્મ સત્ય છે, અન્ય ધર્મની હું સ્વપ્નામાંય ઈરછા ન કરું. તેની તારે ખાત્રી રાખવી. ઉપર પ્રમાણે સાંભળી દેવ સ્તબ્ધ થઈ ગયું. તેણે કુંડલિકની દઢતાના વખાણ કર્યા. પછી તે દેવ ત્યાંથી સ્વસ્થાનકે ગયે. ત્યારબાદ પુત્રને ગૃહકાર્યભાર સોંપી કુંડલિક સંસાર કાર્યમાંથી નિવૃત્ત થયા. ૧૧ પ્રતિમા વહન કરીને, એક માસને સંથારો ભેગવી કાળ કરીને તે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષ પામશે. ૭ર કેશીસ્વામી તેઓ ભગવાન પાર્શ્વનાથના શિષ્ય હતા. મતિ, કૃત અને અવધિજ્ઞાની હતા. ચારિત્રવંત, ક્ષમાવંત, મહાતપસ્વી, યશવંત, જ્ઞાનવંત આદિ અનુપમ લક્ષણે વડે તેઓ શોભાયમાન હતા. અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy