SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યોથી પરિવર્તેલા શ્રી કેશી સ્વામી એકવાર શ્રાવસ્તી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. એજ અરસામાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈદ્રભૂતિ ઉર્ફે ગૌતમ સ્વામી પણ તે જ શ્રાવસ્તી નગરીના કેષ્ટક નામક ઉદ્યાનમાં અનેક શિષ્ય સહિત પધાર્યા. આ બંને મહાપુરુષોના શિષ્ય શહેરમાં ગૌચરી અર્થે નીકળતા ભેગા થયા. બંને જૈનધર્મી સાધુઓ હોવા છતાં એક બીજાને જુદા જુદે વેશ જેઈ પરસ્પર તેઓને શંસય થયો કે આનું કારણ શું હશે? ઉભય શિષ્યવૃંદે પોતપોતાના ગુરૂને આ વાત કરી. આથી શ્રી ગૌતમ ગણધરે વિચાર્યું કે ભ. પાર્શ્વનાથના શિષ્ય મારાથી મેટા ગણાય, માટે નિયમ પ્રમાણે મારે કેશી સ્વામીને વંદન કરવા જવું જોઈએ. એમ વિચારી શ્રી ગૌતમ સિંદુક વનમાં શ્રી કેશી ગણધર પાસે આવ્યા અને તેમને ભાવયુક્ત વંદન કર્યું. કેશી સ્વામીએ પણ તેમને સરકાર કરી ગ્ય આસને બેસાડ્યા. આ વખતે શ્રી કેશી અને ગૌતમ ચંદ્રસૂર્ય જેવા શોભવા લાગ્યા. અન્ય મતાવલંબીઓ આ કૌતક જેવા માટે ઉદ્યાનમાં આવ્યા. જૈનધર્માનુયાયીઓ પણ એક બીજાની ચર્ચા સાંભળવાની ઉત્સુકતાથી આવ્યા. દેવકના દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પરસ્પર વાર્તાલાપ શરૂ થયે. તેમાં પ્રથમ કેશી સ્વામીએ શ્રી ગૌતમને પૂછવું – હે બુદ્ધિમાન ! પાર્શ્વનાથ પ્રભુએ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યું અને મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહ્યો, તે આ તફાવતનું શું કારણ હશે? શ્રી ગૌતમે જવાબ આપ્ય–સ્વામિન! પહેલા તીર્થકરના સાધુઓ સરળ અને જડ હેય છે, છેલ્લા તીર્થકરના સાધુઓ વાંકા અને જડ હોય છે, જ્યારે વચ્ચેના ર૪ તીર્થંકરના સાધુઓ સરળ અને બુદ્ધિવંત હોય છે. તેથી પ્રભુએ બે પ્રકારનો ધર્મ કહ્યો છે. અર્થાત પહેલા તીર્થંકરના સાધુઓ વરાએ ધર્મ સમજી શકતા નથી, અને સમજ્યા પછી તેઓ સારી રીતે તેની આરાધના કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy