________________
વદિ પાંચમે સંયમ અંગીકાર કર્યો. ૧૬ વર્ષ છમસ્થપણે રહ્યા પછી ચૈત્ર શુદિ ત્રીજે તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓને સ્વયંભૂ પ્રમુખ ૩૫ ગણધરે હતા. કુંથુનાથ પ્રભુના શાસન પરિવારમાં ૬૦ હજાર સાધુઓ ૬૬૦૦ સાધ્વીઓ, ૧૭૯ હજાર શ્રાવકે અને ૩૮૧ હજાર શ્રાવિકાઓ હતા. ર૩૭૩૪ વર્ષ સુધી તેઓ કેવલ્ય પ્રવજ્યમાં રહ્યા, એ રીતે ૯૫ હજાર વર્ષનું આયુષ્ય પુરું કરી એક હજાર સાધુઓ સાથે સમેત શિખર પર એક માસના અનશને વૈશાખ વદિ ૧ ના રોજ પ્રભુ સિદ્ધ થયા.
૬૯ કુબેરકુમાર દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણના ઓરમાન ભાઈશ્રી બળભદ્રની ધારિણ નામક રાણથી કુબેરકુમાર ઉત્પન્ન થયા. યૌવન વય પામતાં તેઓ ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા, પ્રભુ નેમનાથની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને શ્રી નેમિનાથ પાસે દીક્ષા અંગીકાર કરીને તેમણે ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. ૨૦ વર્ષનું ચારિત્ર પાળી શ્રી શત્રુંજ્ય પર્વત પર તેઓ સિદ્ધ થયા. (અંતકૃત)
૭૦ કુંભ રાજા તેઓ મિથિલા નગરીના રાજા અને મલ્લીનાથ (મલીકુંવરી) પ્રભુના સાંસારિક પિતા હતા. મલ્લીકુંવરીના અથાગ રૂપથી મેહ પામી જિતશત્રુ વગેરે રાજાઓએ તેની કુંવરી પરણાવવા માટે કુંભરાજા પાસે માગણી કરી. કંભરાજાએ ના પાડી. તેથી છએ રાજાઓએ સંપ કરી મિથિલા નગરીને ઘેરે ઘાલ્ય. શત્રુનાં અપાર દળ સામે મિથિલાપતિ ટક્કર ન ઝીલી શકવાથી તે મહેલમાં ભરાઈ બેઠે. આખરે મલીકુંવરીની યુક્તિથી તેને ભય દૂર થયો. મલીકુંવરી અને
એ રાજાઓએ પાછળથી દીક્ષા લીધી, અને કુંભ રાજાએ શ્રાવપણું અંગીકાર કર્યું. (જ્ઞાતાસૂત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com