________________
જૈન શશિકાન્ત. વે છે, તેમાં કેઈપર્વને દિવસે તે સ્થળે મિથ્યાત્વીઓને માટે મેળે ભરાય છે. તેમાં લોકેની એટલી બધી ભીડથાય છે કે, જેવા તેવા માણસોથી તે મહાદેવના મંદિરમાં પૂજા કરવાને પેશી શકાતું નથી. મિત્રેશ્વર તે પર્વના મેળામાં વિશ્વનાથ મહાદેવની પૂજા કરવાને ગયો. ત્યાં લેકેની ભારે ભીડ જઈ તે ભય પામી ગયે. અને તે પાછે પિતાને સ્થાને આ શે. જ્યારે તેણે જાણ્યું કે, આવી ભીડમાં મારાથી પૂજા થઈ શકશે નહિ, એટલે તેણે વિચાર્યું કે, શાસ્ત્રમાં શિવપૂજા બે પ્રકારે છે. એક સર્વ ઉપચારથી અને બીજી મનથી એટલે માનસિક–અથૉત્ દ્રવ્યપૂજા અને ભાવપૂજા. તેથી મારે હંમેશાં વિશ્વનાથની માનસિક પૂજા કરવી. જેથી તેને દેહેરે જવાની જરૂર રહે નહિ. આ પ્રમાણે નિશ્ચય કરી તે ઘણ દિવસ સુધી કાશીમાં રહે, તે પણ મહાદેવની પૂજા કરવાને ગયે નહિ, લેકેની ભીડ ઓછી થઈ તથાપિ માનસિક પૂજાજ ક. રવા લાગ્યું. છેવટે એટલે સુધી તેનો નિશ્ચય થયું કે, કેઈ દેવનાં દર્શન ન પણ માનસિક કરવાં, અને વિદ્વાન માણસને માનસિક ક્રિયા કરવાથી પૂર્ણ ફળ મળે છે. આવું ધારી તે બ્રાહ્મણ છેવટે સ્નાન, સંધ્યા વગેરે તેનું કર્મ માનસિક રીતે કરવા લાગ્યા આંથી તેના બ્રાહ્મણ ધર્મથી તે તદ્દન ભ્રષ્ટ થઈ ગયું. પછી તે કાશીની યાત્રા કરી પાછા આવ્યા એટલે તેના સગા સંબંધીઓ તેને મળવા આવ્યાં. તેઓએ પુછયું, કેમ મિત્રેશ્વર, કાશીમાં ગંગાસ્નાન કેટલીવાર કર્યું ? અને વિશ્વનાથ મહાદેવના દર્શન પૂજન કેટલીવાર કર્યો? મિત્રેશ્વરે ઉત્તર આપે, વિદ્વાન માણસને ગંગાસ્નાન શિવપૂજન કે શિવદર્શન વગેરે કરવાની શી જરૂર છે? તે તો બધું માન સિક રીતે થઈ શકે છે. તે સાંભળી બધા આશ્ચર્ય પામી ગયા, અને વિચારમાં પડ્યા. બીજે દિવસે સવારે મિત્રેશ્વર ઉઠ, એટલે તેની સ્ત્રીએ તેની પાસે દાતણ અને જળને કળશ લાવી મૂકો. તે વખતે મિત્રેશ્વરે કહ્યું, અરે અલપમતિ સ્ત્રી, તું આ શામાટે લાવી ? મેં માનસિક રીતે દાતણપાણી કર્યા છે. પછી સ્ત્રીએ ઉષ્ણદક સ્નાન કરવાને મૂકયું, એટલે તેણે કહ્યું. હે મૂર્ખ સ્ત્રી, આ સ્નાન કરવાનું જળ શા માટે લાવી ? મેં માનસિક રીતે સ્નાન કર્યું છે. વિદ્વાન માણસને દ્રવ્યસ્નાન કરવાની જરૂર નથી. જે આત્મ સ્વરૂપને જાણનાર વિ. દ્વાન હોય, તેને દાતણ, સ્નાન, સંધ્યા, પૂજન વગેરે કાંઈ પણ કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com