________________
૧૮૧
નાશ પંચક નથી, જેથી પિતાને ઉદય થવાનું હોય, તેવા ઉપાયે સર્વ મનુષ્ય કરે છે, તે છતાં તેઓને ઉદય થતું નથી, પરંતુ ઉલટી, હાનિ થાય છે. તેનું શું કારણ હશે. ક દે હાનિકારક ઉપાયે કરે, તે તેથી હાનિ થવા સંભવ છે. પણ કેઈ તે હા નકારક ઉપાય કરતું નથી. સર્વે લાભકારક ઉપાય કરે છે. તે છતાં તેને અકસ્માત્ હાનિ–નાશ થઈ જાય છે. તેનું શું કારણ હશે?
ગુરૂ– હે વત્સ, તેં કહ્યું. તે યથાર્થ છે. જગતમાં ઉદય તથા લાભના ઉપાય કરનારાને ડાનિ થઈ પડે છે. એવું દેખાય છે, પણ તે સૂ. હમદષ્ટિથી જોશે, તો તેમાં ઉપાય કરનારને દેષ છે. કારણકે, કાંઈપણ દેવ આવ્યા વગર ઉદય તથા લાભના ઉપાય કરતાં હાનિ તથા નાશ થતા નથી. આપણને જે ઉદય તથા લાભને ઉપાય લાગતા હોય તે હાનિ તથા નાશને ઉપાય હોય છે. સ્વાર્થથી અંધ થયેલે મનુષ્ય સૂફમ વિચાર કર્યા વગર એ જોઈ શક્તિ નથી.
હે શિષ્ય, આ જગતમાં પાંચ પ્રકાર નાશના કહેવાય છે. જેનશાઅકારે તેને ન શપંચક કહે છે. એ પાંચ પ્રકાર માંહેલે જે એક દેષ રહેલો છે, અને મનુષ્ય ઉદય તથા લાભને ઉપાય કરતે હેય, તે તેને લાભને બદલે નાશ થાય છે. એ દેષ પોતાનામાં હોય, તે છતાં સ્વાથી અને અભિમાની મનુષ્ય તેને જોઈ શકતા નથી.
શિષ્ય–હે ગુરૂ મહારાજ, અ નાશપંચક વિષે મને સમજાવે. ઉદયને નાશ થવાના પાંચ પ્રકાર કયા છે? અને તે કેવી રીતે એ. ળખી શકાય છે? તે કૃપા કરી કહે.
ગુરૂહે શિષ્ય, જ્ઞાનને ગર્વ રાખ, બુદ્ધિની મંદતા, કટુ વચને બોલવા, રદ્ર ભાવ ધારણ કરવું, અને પ્રમાદ–આળસ રાખ-એ પાંચ પ્રકારે મનુષ્યના ઉદયને–લાભને નાશ થાય છે. તેમજ તેનાથી સમકિતને પણ નાશ થાય છે. કદિ મનુષ્ય પોતાના ઉદયને માગે ગ્રહણ કરતા હોય, પણ જો તેનામાં જ્ઞાનને ગર્વ હોય, તે તેને ઉદય કદિપણ થતું નથી. તેથી એ નાશ થવાનો પ્રથમ પ્રકાર કહે છે. જેનામાં બુદ્ધિની મંદતા હોય, તે માણસ પણ પોતાને ઉ. દય કરી શકો નથી કારણકે, ઉદય કરવાના વિચારની અંદર બુદ્ધિની જરૂર છે. જે બુદ્ધિ મંદ હોય તે, ઉદયના ખરા વિચારે થઈ શક્તા નથી, તેથી નાશને બીજો પ્રકાર બુદ્ધિની. મંદતા કહેલ છે. ક
Sh. K,૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com