________________
જૈન શશિકાન્ત. કુસંગ કરે તેને આવું દુઃખ વેઠવું પડે છે.
ત્યાંથી તે બાપ દીકરે આગળ ચાલ્યા, ત્યાં કઈ માળીનું ઘર આવ્યું, તેના દ્વાર આગળ પુષ્પની છાબે પડેલી હતી, અને એક તરફ સૂત્રના દેરા અવલંબીને રહ્યા હતા. તે જોઈ પુત્રે પિતાને પુછ્યું કે, પિતાજી, આ પુષ્પની છાબેન પાસે સૂત્રના દેરા શા માટે રાખ્યા હશે? પિતાએ જવાબ આપે, બેટા, એ સૂત્રના દેરા દેવ તથા મેટા લેકના કંઠમાં પહેરવાને રાખ્યા છે. પુત્રે પ્રશ્ન કર્યો, શું પિતાજી, એવા સૂત્ર-તાંતણું દેવ તથા મેટા લેકે પહેરતા હશે? એ વાત મનમાં ઠસતી નથી. પિતાએ ઉત્તર આપુત્ર, તે સૂત્રના એકલા તંતું કાંઈ પહેરવાના નથી, પણ જ્યારે તેને સત્સંગ થશે, ત્યારે તેને દેવ તથા મેટા લેકે અંગીકાર કરશે. પુત્રે પ્રશ્ન કર્યો, એ તંતુને વળી સત્સંગ થવાને? પિતાએ કહ્યું, વત્સ, તેને પુષ્પને સંગ થવાનો. જ્યારે તેને પુષ્પને સત્સંગ થશે એટલે તેને દેવ તથા મેટા લોકે અંગીકાર કરશે. પુત્ર, તે ઉપરથી તારે સમજવું કે, જે માણસ સારાની સોબત કરે તેને સારે લાભ મળે છે. સૂત્ર જેવી નજીવી વસ્તુને જ્યારે પુષ્પને સંગ થાય છે, ત્યારે તેને દેવ તથા લેકે આદર આપે છે. તેથી હમેશાં સત્સંગ કરે. પેલા ખાટલાને માંકડને કુસંગ થયો એટલે તેને તડકે તપી પછાડ ખાવી પડે છે. અને આ સૂત્રના તંતુને પુપને સત્સંગ થયે. એટલે તે દેવ તથા મેટા લેકના કંઠમાં હાર થઈને પડે છે. અને બીજાને શેભા આપે છે. તેને માટે મહાત્મા પુરૂષ નિચેને લેક ગાયા કરે છે
" पुष्पमालानुसंगेन सूत्रं शिरसि धार्यते । मत्कुणानां च संयोगात् खवा दंमेन ताड्यते ॥
સાયિ . અર્થ–પુષ્પ માળાને સંગથી મસ્તક ઉપર સૂત્ર ધારણ થાય છે. અને માંકડના સંગથી ખાટલાને દંડવતી તાડન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com