________________
સત્સંગ.
એ વાત કેમ બને ? તે બહાલા પુત્રની સંભાળ કેણુ લે? અને તેના મનની ઈચ્છાઓ કેણ પૂરી કરે? આવા પુત્રને મેહથી તેણે પેલા સારા છોકરાને ના કહી, અને તે છોકરાની કુટેવ એમને એમ રહી. જેથી ગામમાં તેની નિંદા થવા લાગી.” - હે શિષ્ય, આદષ્ટાંત ઉપરથી સમજવું કે, પેલા મહેતાજીની જેમ સંસારી જીવ પિતાના સંસારના કોઈ પદાર્થ ઉપર મેહ રાખી તેમાં એવા આસક્ત રહે છે, કે જેઓ પોતાના હિતની વાત પણ સમજતા નથી અને પિતાને સારો લાભ થાય એવે વેગ મળ્યું હોય, તે છતાં તે લાભને ગુમાવે છે. જે મેહેતાજીએ પિતાના પુત્રને મેહ ન રાખતાં તે સારા છોકરાની બતમાં પિતાના પુત્રને રાખ્યા હતા તે, તે છેકરે સારી રીતે સુધરી જાત, અને તેની કુટેવ મૂળમાંથી નાશ પામી જાત.
જેમ મહેતાજી સારી સેબતથી નઠારી ટેવ દૂર થઈ જાય, એ વાત સારી રીતે જાણે છે. અને પોતે કેળવાએલ છે, તેથી તેને તે બાબતની વિશેષ ખાત્રી પણ છે, તથાપિ મેહને વશ થઈ જતાં તેને તે વાત સૂઝી નહીં. એવી રીતે સંસારી જીવ સત્સંગને મહિમા જાણ હેય, તથાપિ વિષય આસક્તિરૂપ અથવા મહાસક્તિને લઈને સત્સંગનો રોગ થયા છતાં પણ તેને લાભ લઈ શકતું નથી.
માટે હે શિષ્ય, આ સંસારની આસક્તિ માણસને લાભથી ભરપૂર એવા કાર્યમાં પણ વિધરૂપ થાય છે. અને તે લાભના અંતરાય. થી આખરે દુઃખી થાય છે. વળી સત્સંગ ઉપર એક બીજી વાત મને યાદ આવે છે, તે તું એક ચિત્તથી શ્રવણ કરજે—
એક ગામમાં કોઈ પિતા અને પુત્ર ચાલ્યા જતા હતા તેવામાં કોઈ શેરી આવી, તે શેરીમાં મિથ્યાત્વીઓની વસ્તી હતી. કોઈ મિથ્યાત્વી સ્ત્રી શેરી વચ્ચે પિતાને ખાટલો પછાડતી હતી. તે જોઈ પેલા પુત્રે પિતાને પુછયું, “પિતાજી આ સ્ત્રી શા માટે ખાટલાને ૫છાડતી હશે? પિતાએ ઉત્તર આપે. તે ખાટલાને કુસંગ થયે છે, તેથી તે બીચારાને પછાડ ખાવી પડે છે. પુત્રે પુછયું, વળી ખાટલાને તે શે કુસંગ થાય? પિતા છે , તેને માંડને કુસંગ થયો છે. કઈ ખાટલે આ સ્ત્રીનું નુકસાન કર્યું નથી, પણ માંકડના કુસંગથી તેને તડકે તપવા પછાડે છે. વત્સ, આ ઉપરથી તું સમજજે કે, જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com