________________
મદ ત્યાગ.
c૭ જઈને પુછ્યું, તમે કેણ છે? તે પુરૂષે કહ્યું, હું ગૃહસ્થ તપસ્વી છું કેઈ કામને પૂર્ણ કરવાને વનફળથી નિવાહ કરી તપસ્યા આચરું છું. રાજાએ પુછયું, તારાથી શું લાભ થાય? તપસ્વીએ ઉત્તર આપે. જે. ની પાસે હું રહું, તેની મનોકામના પૂર્ણ થાય છે. તે ઉપરથી રાજાએ તેને પિતાની પાસે રાખે. પછી તેણે મંત્રીને પુછયું, હે સચિવ, આ તપસ્વી મનવાંછા પૂરી કરે તેવું છે. તેથી હું તેને મારી હજૂરમાં રાખું છું. મંત્રીએ કહ્યું, તેવા કામી તપસ્વીને પાસે રાખ તે ગ્ય નથી. આ સલાહ રાજાએ માન્ય કરી નહિ, અને તેને પોતાની પાસે રાખે.
એક વખતે રાજા પિહેલવાનના અખેડામાં જઈ ચડે. ત્યાં માલેએ મલ્લકુસ્તી કરવા માંડી. તેવામાં એક બળવાન મલે બીજા બધા મલેને હટાવી દીધા. તે જોઈ રાજા તેના ઉપર પ્રસન્ન થઈ ગચે. અને મંત્રીની નાખુશી છતાં રાજાએ તેને પોતાની હજૂરમાં રાખે.
એક વખત કોઈ વિદેશી બે પુરૂષે રાજા ગેવિંદસિંહને મળવા આવ્યા, દ્વારપાળે તેમના ખબર આપ્યા, એટલે રાજાએ તેમને પિતાની પાસે બેલાવ્યા, અને પુછ્યું કે, તમે કેણ છે? તેઓમાંથી
એક જણ બે –મહારાજ, હું એક મોટો વિદ્વાન છું, મેં ઘણું વિદ્વાનેને સભા માં હરાવી દીધા છે, અને અનેક પ્રશસ્તિ પત્ર (સટીફિગીટ્સ) મેળવ્યાં છે, બીજાએ કહ્યું, હું એક સત્તા કળાને જાણનારે પુરૂષ છું, લેકે ઉપર સત્તા કેમ ચલાવવી? એ કળા હું જાણું છું. મને જોતાં જ લોકો મારે તાબે થઈ જાય, એવી અદૂભુત કળા મારામાં રહેલી છે. તે બંને વિદેશી પુરૂના જુદા જુદા ગુણ જોઈ રાજાએ તેમને પિતાની પાસે રાખ્યા. અને તે વખતે તે પિતાના મંત્રી સુમતિની સલાહ પણ લીધી નહીં.
હવે રાજા ગોવિંદસિંહની હજૂરમાં જુદા જુદા આઠ માણસે નીમાયા. વિવિધ પ્રકૃતિના તે માણસેએ રાજાને જુદે જુદે રસ્તે દોરગવા માંડે, અને તેથી તેમાં રાજા તરફથી જુલમ થવા લાગ્યો,
આ ખબર જાણું મંત્રી સુમતિ પિતાની છેવટની ફરજ બજાવાને રાજાની પાસે આવ્યું, અને તેણે વિનયથી રાજાને જણાવ્યું, મહારાજા, હું આપને પૂર્ણ હિતેચ્છું ; તેથી આપને કહેવા આવ્યો છું, આપે મારી અવગણના કરી જે આ આઠ નવા માણસને હજૂરમાં રાખ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com