________________
મદ ત્યાગ.
શા માટે મદ કરે છે ?
શિષ્યના આવાં વચન સાંભળી ગુરૂ મહારાજ એલ્યા——હે દેવાનુપ્રિય, તારા પ્રશ્ન સાંભળી મને સતાષ થયા છે. આ જગમાં માશુસને નઠારી સ્થિતિએ લાવનાર મદ છે. મદના પ્રભાવથી ઘણા મનુખ્યા દુર્ગતિના પાત્ર ખનેલા છે. અને મને છે. મદ એ શી વસ્તુ છે. તેના ઉત્તરમાં કહેવાનું કે મર્દના અર્થ અહુ’કાર થાય છે. અને તે આઢ કારણેાને લઈને ઉત્પન્ન થાય છે. જાતિથી, લાભથી, કુલથી, રૂપથી, તપથી, બળથી, વિદ્યાથી અને અધિકારથી–એમ આઠ પ્રકારના કારણેાથી મદની ઉત્પત્તિ થાય છે. મને એ મદને સબંધ હૃદયની સાથે છે. જયારે માણુસના હૃદયમાં “ હુ કાણુ છું, અને કેવો છું.’’ એવા વિચાર થાય છે, ત્યારે તેમાંથી મદની ભાવના ઉત્પન્ન થાય છે. શુદ્ધ અને નિર્મ ળ હૃદયમાં મઢને અવકાશ મળતા નથી, મલિન અને ક્ષેાભ પામેલા મનમાં મને સત્વર પ્રવેશ થાય છે. તે ઉપર એક દૃષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળજો
**
ઉપ
મથુરાપુરીમાં ગાવિંદસિંહ નામે એક રાજા હતા. તે રાજાને સુમતિ નામે એક મંત્રી હતા, તે ઘણા ચતુર અને કારભાર કરવામાં પ્રવીણ હતા. તેની પ્રવીણતા જોઇ રાજા ગોવિદસિંહ તેની ઉપર ઘણાજ પ્રસન્ન રહેતા હતો, અને તેને ઘણુંજ માન આપતા હતા. આ રાજા અને મંત્રી બંને મળી રાજય ચલાવતા હતા, મંત્રી સુમતિ રાજાને અનુસરીને ચાલતા, અને રાજા મત્રીને અનુસરીને ચાલતા હતા.
એક વખતે રાજા ગોવિંદસિંહના હુજૂરમાં એક માણુસ નાર રહેવાને આવ્યા, રાજાએ તેને માટે પેાતાના મ`ત્રી સુમતિને પુછ્યુ', મંત્રિરાજ, આ કોઇ સેવક મારી હજૂરમાં રહેવા આવ્યે છે. તેને રાખવાની મારી ઇચ્છા છે, તેા તમારી શી સલાહ છે. સુમતિએ કહ્યું, મહારાજા, તેનામાં શું ગુણુ છે, રાજાએ કહ્યું, તે માણસ ઉંચી જાતને છે. તેથી તેને નાકર રાખવાની મારી ઈચ્છા છે. મ`ત્રીએ રાજાને કહ્યું, માત્ર જાત જોઇને નેાકરી આપવી, તે મને ચેાગ્ય લાગતું નથી. પછી તમારી ઈચ્છા. રાજાએ તે વિષે વિચાર કર્યાં કે, મંત્રી ઇર્ષ્યાને લઇને આવી સલાહ આપે છે, તે સલાહ આપણે માન્ય કરવી નહિ, આવું વિચારી રાજાએ તે માણસને પોતાની હજૂરમાં રાખ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com