________________
જૈન શશિકાન્ત. એક ઉંડી ખાઈ હતી. નગરને પૂર્વ અને પશ્ચિમ તરફ બે દરવાજા હતા. તેની અંદર શ્રેણીબંધ સુંદર મંદિરે આવેલાં હતાં. તે મંદિરે ની શોભાથી તે નગર ઘણું રમણીય લાગતું હતું.
તે નગરમાં મેહનસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને મેહવતી નામે રાણી હતી. તે રાણુ ઉપર રાજા મેહનસિંહની ઘણીજ પ્રીતિ હતી. તે રાજાને મિથ્થારામ નામે એક બ્રાહ્મણ મંત્રી હતું, તે ચતુર મંત્રી પિતાના ચાતુર્ય ગુણથી રાજા મેહનસિંહની પ્રીતિનું પાત્ર બન્યા હતા.
એક વખતે રાજા મેહનસિંહ પિતાના માનિતા મંત્રી મિથ્યારામને તથા બીજા કેટલાક પરિવારને સાથે લઈ વનમાં કડાકા રવાને નીકળે. તે વન હિંસક પ્રાણીઓથી ઘણું ગહન દેખાતું હતું. તે વનમાં મધ્યાન્હ ફરતા તૃષાતુર પ્રાણીઓને મૃગતૃષ્ણના દેખાવથી ઘણું આકુળ વ્યાકુળ કરી દેતું હતું. સૂર્યાસ્ત થયા પછી મેહકારી રૂપને દશવતી ડાકિનીએ અને પીશાચણીઓ તે વનમાં ફર્યા કરતી હતી. કેઈવાર રાત્રે અંગારા જેવા કડાઓ તેમાં ઉડયા કરતા હતા.
રાજા મેહનસિહ પિતાના મંત્રી સાથે તે વનમાં ફરવા નીક. વનની કુદરતી શેભાનું અવલોકન કરતે, અને છાયાદાર વૃક્ષ નીચે વિશ્રામ લેતે, તે રાજા વનના રમણીય પ્રદેશમાં ફરતે હતે. વનમાં ફરતે ફરતે તે રાજા આગળ ચાલ્યું, ત્યાં અતિપાતા નામે એક સુંદર નદી તેના જોવામાં આવી. તે નદીના તીર ઉપર એક વૃક્ષ જોવામાં આવ્યું. તે વૃક્ષ વિશ્રાંતિ કરવાને ગ્ય જાણી તેની નીચે રાજા પરિવાર સાથે વિશ્રાંતિ લેવા બેઠે. તે વૃક્ષ ઉપર એક લુંટારે સંતાઈને બેઠે હતું. રાજા મોહનસિંહને પરિવાર સાથે ત્યાં આવેલા જોઈ, તે વિચારમાં પડે. અને તે તેજ ઠેકાણે છૂપી રીતે બેસી રહ્યો.
આ વખતે કેટલાએક સજજનેને માટે સાથ યાત્રા કરવા તે માર્ગે પ્રસાર થતું હતું. તે પેલા વૃક્ષ ઉપર બેઠેલા લુંટારાને જોવામાં આવ્યું. તેવામાં એવું બન્યું કે, તે સાથે માંહેલા એક માણસે વૃક્ષ ઉપર બેઠેલા તે લુંટારાની તરફ દૃષ્ટિ કરી. તે જૈતુકથી ઘણીવાર તેની તરફ જોઈ રહ્યા, ત્યાં પેલે સજજનનો સાથ આગળ ચાલ્યા ગયા, અને તે માણસ તેનાથી વિખુટા પડી ગયે. આ સમયને લાગ જોઈ તે લુંટારે વૃક્ષ ઉપરથી ઉતરી રાજાને નમી પડ્યું. અને તેણે રાજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com