________________
જૈન શશિકાન્ત.
ત્યારે તેણે એ જવાબ આપ્યો કે, “હજુ મારા મનમાં સંદેહ રહ્યા કરે છે. આ સંસારમાં કઈ જાતનું સુખ હોય એમ હું માનતે નથી. તેથી કંઈ ઉત્તમ જ્ઞાની ગુરૂને શરણે જઈ મારા હૃદયને સંદેહ દૂર કરી પછી કયે માર્ગ ગ્રહણ કરે? એને હું નિશ્ચય કરીશ. જે. તે નિષ્પક્ષપાતી ગુરૂ મને સંસારમાં રહેવાની સંમતિ આપશે, તે હું પાછો સંસારને આરંભ કરીશ, અને જે તે મહાનુભાવ ગુરૂ મને આ સંસારથી દૂર રહેવાની સલાહ આપશે, તે હું ચારિત્ર ગ્રહણ કરી મારા શ્રાવકજીવનને સાર્થક કરીશ.”
તેને આ ઉત્તર સાંભળ્યા પછી લેકેએ તેને વિશેષ આગ્રહ કર્યો નહિ. એટલે તે પિતાના ગૃહવૈભવ ઉપરથી મૂછ ઉતારી ચાલી નીકળ્યું હતું.
કેઈ એક અધ્યાત્મવેત્તા જૈનમુનિ વેગ વહન કરવાને એક શાંત સ્થળે રહ્યા હતા. તેમની પાસે માત્ર એક વિનીત શિષ્ય હતે. તે પ્રતિદિન તે મહાનુભાવનું વૈયાવચ્ચ કરતે, અને તેમની પાસે અધ્યાત્મજ્ઞાન સંપાદન કરતું હતું. ગુરૂ ગવડનની ક્રિયા પૂર્ણ કરી નિવૃત્ત થયા હતા, પણ પિતાની શારીરિક સ્થિતિ સારી ન હોવાથી તેમજ તે એકાંત શાંત સ્થળ પિતાના ચારિત્ર નિર્વાહ માટે અનુકૂળ હોવાથી તેએ તે સ્થળે રહ્યા હતા. અને તે ગુરૂ શિષ્યની વચ્ચે પ્રસંગે પ્રસંગે અધ્યાત્મ વિદ્યાના વિવિધ પ્રશ્નોત્તર થતા હતા. વિનીત શિષ્ય નિરં. તર ગુરૂના વાકયેનું મનન કરતે, અને જે કાંઈ શંકા ઉત્પન્ન થાય, તે ગુરૂ પાસે કહેતું હતું, અને તે શુદ્ધ હૃદયના ગુરૂ તેના પર કૃપા કરીને યુક્તિ પ્રયુક્તિઓ વડે તે શંકાનું સમાધાન કરતા હતા.
પેલે શ્રાવક પુત્ર કે જે આ સંસારથી ઉદ્વિગ્ન થઈ કઈ પણ મહાત્માને શરણે જવા નીકળ્યું હતું, તે આજ સ્થળે આવી પહોં
એ. કૃપાળુ ગુરૂ તેને જિજ્ઞાસુ જાણું તેની પર પ્રસન્ન થયા. અને તેના આત્માને ઉદ્ધાર કરવાને હૃદયથી તત્પર થયા.
શ્રાવપુત્ર તે ચારિત્રધારી મુનિ અને તેના શિષ્યને સંવાદ સાંભળતે, અને વચ્ચે વચ્ચે શંકા થાય, તે ગુરૂની આગળ પ્રદર્શિત કરત, અને આહાર તથા નિહારને સમય બાદ કરતાં બાકીને બધે સમય તે ત્યાં જ પ્રસાર કરતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com